તેજશ મોદી/સુરત: એક સમય એવો હતો કે, સ્પોર્ટ્સમાં પુરુષોનો એકાધિકાર હતો. જોકે સમય જતાં એંક એવી ચેલેન્જેબલ ગેમ્સમાં પણ મહિલાઓએ પોતાની શક્તિ બતાવી દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને નાની ઉંમરની અનેક દીકરીઓ હાલમાં દેશ અને દુનિયામાં પોતની શક્તિ બતાવી રહી છે. સુરતની 19 વર્ષની મોનિકા નાગ્પુરે પણ એમાંની એક છે. જેને ટ્રાયથલોનમાં સુરતનું નામ દેશ અને દુનિયમાં રોશન કર્યું છે. મહત્વનું છે કે, ટ્રાયથલોનની ગેમમાં રનીંગ, સ્વિમિંગ અને સાયકલિંગ એક પછી એક કરવાનું હોય છે, જેમાં સ્ટેમિના પણ ખુબ જોઈએ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયાના મોજાને ચીરીને આગળ વધતી આ છે સુરતની મોનિકા નાગુપુરે થોડા સમય પહેલા મોનિકા નાગપુરે પોરબંદર ખાતે યોજાયેલી સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 5 કિમી ઓપન કેટેગરી અને 2 કિમી ઓપન કેટેગરીમાં એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જોકે આ માત્ર તેની સિદ્ધિ નથી. કારણ કે, ટ્રાયથલોનની ગેમમાં મોનિકાએ દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. સુરત મહાનગર પાલિકાના રૂસ્તમપુરા સ્વિમિંગ પુલ ખાતે ટ્રેનીંગ લઇ રહેલી મોનિકાને જયારે અમે મળવા ગયા ત્યારે તે સ્વિમિંગ કરી રહી હતી. પાણીને ચીરીને તે જે રીતે આગળ વધી રહી હતી. તે દ્રશ્યો જ બતાવા હતાં કે મોનિકા કેટલી સખત મહેનત કરી રહી છે. મોનિકા જે રમતમાં છે તેને ટ્રાયથલોન કહેવામાં આવે છે.


સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત


ટ્રાયથલોનની ખાસિયત એ છે કે, તેમાં રનીંગ, સ્વિમિંગ અને સાયકલિંગ એમ ત્રણ રમત એક સાથે રમવાની હોય છે. જે કોઈ નાનીસુની વાત નથી. નવ વર્ષની ઉમરે મોનિકાએ સ્વિમિંગ માત્ર શીખવા પુરતું શરુ કર્યું હતું. જોકે તેના પિતા જે પોતે પણ એક સ્પોર્ટ્સ મેન છે. તેમને તેને ટ્રાયથલોનની ગેમમાં ભાગ લેવા માટેનું કહ્યું અને શરુ થઇ મોનિકાની મહેનત મોનિકા આજે ખુબ ખુશ છે કારણ કે, તેને પોતાનું અલગ સ્થાન મેળવ્યું છે, જોકે તેને જયારે પહેલી અસફળતા મળી હતી તે દિવસ તેને આજે પણ યાદ છે. તેની સાથે જ સ્વિમિંગ કરતી અને ટ્રાયથલોન રમતી મિત્ર સ્પર્ધા જીતી ગઈ હતી. પરતું હારી જતા મોનિકા ખુબ રડી હતી. પણ તેને મહેનત છોડી ન હતી. ફરી એક વખત સખત મહેનત કરી, બીજી વખતની સ્પર્ધામાં મેડલ મેળવ્યો હતો.


વડોદરા: સરકારની આવાસ યોજનાથી છેલ્લા 2 વર્ષમાં 2 હજાર પરિવાર બન્યા ઘરવિહોણા


મોનિકા દરરોજ સવારે સાડા પાંચ વાગ્યે સાયકલિંગ અને રનીંગ કરે છે, અને સાંજે સ્વીમીંગ કરે છે, સાયકલિંગ અને રનિંગ માટે તે બે થી ત્રણ કલાક ફાળવે છે. મોનિકાનું કહેવું છે કે તે પહેલેથી જ સાયકલ ચલાવતી હતી. અને સાયકલ પાછળ પોતાના ભાઈને બેસાડતી હતી. જેથી કરીને વજન ખેંચવું પડે જેનો ફાયદો તેને લાંબી સાયકલીંગની રેસમાં થાય છે. જોકે મોનિકાએ એક મહત્વની વાત કહી હતી કે, અનેક માતા પિતા પોતાની દીકરીઓને અભ્યાસ વધુ કરવાનું કહે છે, પરતું તેમ છતાં તેમનો અભ્યાસ થોડો નબળો હોય છે, પરતું હું સ્પોટ્સની સાથે અભ્યાસ કરું છું અને સ્પોટ્સને કારણે જ મારું અભ્યાસમાં સારું ધ્યાન રહે છે.


ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા


મોનિકા અત્યારે ટ્રાયથલોનમાં ખુબ આગળ છે, અનેક મેડલો તેને મેળવ્યા છે, જોકે તેનો ખરો શ્રેય તેના પિતા મુકેશભાઈને જાય છે, મોનિકા જ્યારે નાની હતી ત્યારે તેને પગમાં થોડી સમસ્યા હતી. જેથી તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, જોકે તેના પિતા જે પોતે એક સ્પોટ્સમેન હતાં તેમને લાગ્યું કે, જો કોઈ સ્પોટ્સમાં મોનિકાને રમાડવામાં આવે તો તેની આ સમસ્યા દુર થઇ શકે છે. જેથી મોનિકાને સ્વિમિંગ શીખવવાનું શરુ કર્યું હતું. મોનિકા સ્વીમીંગમાં આગળ વધે તેવું તેના પિતા ઈચ્છી રહ્યા હતા. પરતું નવ-દસ વર્ષની ઉમરે ટ્રેનીંગ શરુ કરી સ્વીમીંગમાં સફળ થવામાં વધુ સમય લાગે છે. જેથી મોનિકા માટે ટ્રાયથલોનની રમત પસંદ કરવામાં આવી હતી. અને આજે તે મેડલો મેળવી રહી છે.


જુઓ LIVE TV:



ટ્રાયથલોનએ એવી રમત છે, જેમાં ખૂબ સ્ટેમીનાની જરૂર છે, ખેલાડીએ પહેલા સ્વિમિંગ કરવાનું હોય છે, ત્યાર બાદ સાયકલિંગ અને પછી રનિંગ કરવાનું હોય છે. સ્વિમિંગ દરિયામાં હોવાથી લહેરો સામે તરવું પડતું હોય છે, સુરત મહાનગરપાલિકાના રૂસ્તમપુરા સ્મિમિંગ પુલમાં મોનિકને ખાસ કોંચિંગ આપવામાં આવે છે, જેથી તે થાકે નહીં. નાની ઉંમરે જ મોનિકાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સામાન્ય પરિવાર હોવા છતાં મોનિકા પિતા પોતાની દીકરી પર પૂરતું ધ્યાન આપે છે. તો બીજી તરફ મોનિકાએ પણ પોતાના પિતાના સપનાને સાકાર કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. તેની ઈચ્છા આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટી સિદ્ધિ હાંસલ કરવાનું છે અને તેના માટે તે સખત મહેનત કરી રહી છે.