અમદાવાદ: અમદાવાદમાં પ્રેમ સંબંધને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલા અને 19 વર્ષના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા. 4 વર્ષ પહેલા જ્યારે યુવાન 15 વર્ષનો હતો ત્યારે તેના અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. જો કે, આ યુવાન અવારનવાર મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે, તુ મારી સાથે લગ્ન નહી કરે તો હું તેને ઉઠાવી જઇશ અને જાનથી મારી નાખીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતા 9 નબીરા સહિત 5 યુવતીઓ ઝડપાઇ


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતી 34 વર્ષની મહિલાએ 2004માં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2016માં તેણે છૂટાછેડા લીધા હતા. તેને એક 13 વર્ષના દિકરો પણ છે. જો કે, વર્ષ 2015માં આ મહિલા ભાવનગરમાં રહેતા ગૌરાંગના સંપર્કમાં આવી હતી. જો કે તે સમયે ગૌરાંગ 15 વર્ષનો હતો. ત્યારબાદ બંને અવારનવાર એક બીજાને મળતા હતા જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે, બંને લગ્ન કરવા માગતા હોવાથી મહિલા ગૌરાંગના પરિવારને મળવાની વાત કરતી ત્યારે ગૌરાંગ બહાનું બતાવી વાતને ટાળતો હતો.


આ પણ વાંચો:- સરદાર સરોવર ડેમમાં આજે પણ પાણીની જંગી આવક, નર્મદા બે કાંઠે વહી


જો કે, મહિલા તેના દિકરાને લઇને પિતાના ઘરે આવી ગઇ હતી. ત્યારે ગૌરાંગે મહિલાને ફોન કરી ધમકી આપી હતી કે, તુ તારા પિતાના ઘરે કે પછી ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું, હું તને ઉપાડીને લઇ જઇશ, હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ અને જો તું મારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન કરીશ તો હું તેને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાખીશ. આ પ્રકારની ધમકી આપતો હોવાથી મહિલાએ ગૌરાંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૌરાંગની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. જો કે  ગૌરાંગના ફોનમાંથી તે મહિલાના ઘણા વીડિયો મળી આવતા આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...