World Veterinary Day: 1962 એનિમલ એમ્બ્યુલન્સના સ્ટાફે કેક કટ કરી વેટરીનરી ડેની કરી ઉજવણી
ઘવાયેલા કે બીમાર પશુ પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે
ભરત ચૂડાસમા/ ભરૂચ: જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરીનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે.
આજ રોજ 1962 એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વર્લ્ડ વેટરીનરી ડેની ઉજવણી વેટનરી ડિસ્પેન્સરી, વડદલા, ભરૂચ ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર નીરજ સિંગ-વેટરીનરી ડોકટર ભરૂચ, પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા બીજા સ્ટાફ દ્વારા હાજરી આપી હતી. તથા જાહેર જનતાને મેસેજ આપ્યો હતો કે 1962 એનિમલ એમ્બ્યુલન્સે મુંગા પ્રાણીઓને જીવનનું રક્ષણ કરવા માટેની નીશુકલ સેવા છે તો આપને મૂંગા પ્રાણીઓ માટેની કોઈપણ ઈમરજન્સી નજરમાં આવે તો 1962 ડાયલ કરી મુંગા પ્રાણીઓને જીવ બચાવવામાં સહભાગી થવું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube