ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (Gujarat) ના નર્મદા જિલ્લાના કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ના પાસે આવેલ લેકમાંથી 194 મગરો (Crocodile) ને હટાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવુ છે કે, આ સરોવરમાં નૌકાયાન કરતા મુસાફરોની સુરક્ષા માટે આ શિફ્ટિંગ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમુલી સરોવરમાં મગરોનું સામ્રાજ્ય
કેવડિયા વિસ્તારના વન અધિકારી વિક્રમસિંહ ગભાનિયાએ આ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, કેવડિયા (Kevadiya) માં સરદાર વલ્લભ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવાયેલી છે. તેની પાસે પંચમુલી સરોવર (Panchmuli Lake) આવેલું છે. જે દુનિયાભરના મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ સરોવરમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરતા હતા, જે મુસાફરો માટે ખતરો બની શકે તેમ હતા. 


આ પણ વાંચો : વલસાડ નેશનલ હાઈવે પાસે બની ગોઝારી ઘટના, ત્રણ ટેમ્પો એકબીજા સાથે ટકરાતા આગ લાગી, બે ચાલકના મોત


ગોધરા શિફ્ટિંગ કરાઈ રહ્યું છે
વિક્રમસિંહ ગભાનિયાએ જણાવ્યું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનાં રાખીને વર્ષ 2019-20 માં મગરોના શિફ્ટિંગનું કામ શરૂ કરાયુ હતું. તે વર્ષે કુલ 143 મગરોને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા હતા. ગત વર્ષે 51 મગરોને ગાંધીનગર તથા ગોધરાના બે રેસ્ક્યૂ કેન્દ્રોમાં મોકવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, આટલી મોટી સંખ્યામાં મગરોને શિફ્ટ કરાયા છતા હજી પણ સરોવરમાં મોટી સંખ્યામા મગર રહેલા છે. 


આ પણ વાંચો : વડોદરામાં SOG પીઆઈના પત્ની એક મહિનાથી ગુમ, શોધવા પેમ્ફ્લેટ પણ છપાવ્યા
 
સરોવરમાં લગાવાઈ 60 નેટ
તેમણે જણાવ્યું કે, વર્ષ 2019-20 માં બચાવવામાં આવેલ 73 મગરોને સરદાર સરોવર જળાશયમાં છોડવામાં આવ્યા હતા. આ સરોવરમાંથી કાઢવામાં આવેલ મગરોને બાદમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે મગરોને પકડવા માટે સરોવરમાં અંદાજે 60 જેટલી નેટ લગાવવામાં આવી છે, સરોવરના જે ભાગમાં સીપ્લેનનું સંચાલન થાય છે તે ભાગ હાલ સંપૂર્ણ સુરક્ષિત છે. 


આ પણ વાંચો : AHMEDABD: વરરાજા બનવા ન મળે તો કંઇ નહી પરંતુ જાનૈયા તો બનવું જ છે, અલ્પેશ ઠાકોરનો મોટો ઇશારો
 
મુસાફરોની સુરક્ષા જરૂરી
રાજ્ય પર્યટન વિભાગના અનુસાર, વર્ષ 2019 માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે પંચમુલી સરોવરમાં નૌકાવિહારની શરૂઆત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવક્તાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં નૌકાવિહાર મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને વિકેન્ડમાં અહી ભારે માત્રામાં ભીડ હોય છે. આવામાં મુસાફરોની સુરક્ષા માટે મગરોને સરોવરમાંથી હટાવવા બહુ જ જરૂરી બન્યું હતું.