વહેલી સવારે 2 અકસ્માત : સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત, ડીસામાં ટ્રક નીચે 7 દબાયા
ગુજરાતમાં ઊત્તરાયણ પછીનો દિવસ મુસાફરી કરનારાઓ માટે ગોઝારો સાબિત થયો હતો. આજે વહેલી સવારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત અને બનાસકાંઠામાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
સચીન પીઠવા/અલ્કેશ રાવ/ગુજરાત : ગુજરાતમાં ઊત્તરાયણ પછીનો દિવસ મુસાફરી કરનારાઓ માટે ગોઝારો સાબિત થયો હતો. આજે વહેલી સવારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ 2 અકસ્માત સર્જાયા હતા. જેમાં સુરેન્દ્રનગરમાં ત્રિપલ અકસ્માત અને બનાસકાંઠામાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
Photos : ફૂલોનું પ્લેન, બૂલેટ ટ્રેન જોઈને મગજ ચકરાઈ જશે, CMએ ખુલ્લો મૂક્યો ફ્લાવર શો
ધંધુકા-અમદાવાદ હાઈવે ત્રિપલ અકસ્માત...
સુરેન્દ્રનગરમાં ધંધુકા-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 3 કાર એકબીજા સાથે અથડાઈ હતી. રાયકા ફાટક પાસે વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો 6 વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે પોલીસ ધટનાસ્થળે પહોંચી હતી.
[[{"fid":"199417","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AccidentS.JPG","field_file_image_title_text[und][0][value]":"AccidentS.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AccidentS.JPG","field_file_image_title_text[und][0][value]":"AccidentS.JPG"}},"link_text":false,"attributes":{"alt":"AccidentS.JPG","title":"AccidentS.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
પારસીઓનું ગામ સંજાણમાં હોરર ફિલ્મ જેવું દ્રશ્ય જોઈ લોકો ગભરાયા, ગાડી સાથે લટકતી આવી લાશ
ટ્રક નીચે 6 વિદ્યાર્થીઓ અને 1 વ્યક્તિ દબાયા
ડીસાના ગાયત્રી મંદિર પાસે ઘાસ ભરેલી ટ્રક પલટી જવાનો બનાવ બન્યો હતો. જેને કારણે ટ્રકની નીચે રીક્ષા અને એક વાન ગાડી દબાઈ ગઈ હતી. ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી. ક્રેન દ્વારા મારુતિ વાનમાં બેઠેલ 6 વિધાર્થીઓ સહિત 1 વ્યક્તિને હેમખેમ બહાર કઢવામાં આવ્યા હતા. આ્ ટ્રક માટી ભરેલો હતો, જેથી તમામ સાત લોકો માટી નીચે દબાઈ ગયા હતા. દબાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો પણ કામે લાગ્યા હતા. કેટલાક લોકોએ હાથથી માટી કાઢીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જેસીબી મશીન અને ક્રેન વડે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સહિત લોકોએ ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને લઈને હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.