મૌલિક ધામેચા/અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે કે જે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફરિયાદી અને તેની સહેલીઓના ફોટા હેરાન કરવાના ઇરાદે મુકતો. ઉલ્લેખનીય છે કે આ અંગે  ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે ઈંસ્ટાગ્રામ પર તેના નામનું ખોટું આઈડી બનાવી આરોપીએ તેના ફોટા સાથે કેટલાક બીભત્સ ફોટો એડિટ કરી મુકેલ છે. પોલીસે ઈંસ્ટાગ્રામના આઈડી આધારે તપાસ કરતા આરોપી મહોમદ શાહ હોવાનું સામે આવ્યું. આરોપી અને ફરિયાદી દૂરના સગા હોવાથી ફરિયાદીને સારી રીતે ઓળખતો અને વાત પણ  કરતા પરતું આરોપીએ ફરિયાદીને પ્રપોઝ કરતા ફરિયાદીએ આરોપીને બ્લોક કરી તેની અદાવત રાખી ફરિયાદીને બદનામ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 ડિસેમ્બરને ધ્યાને રાખી પોલીસનો જડબેસલાક બંદોબસ્ત, આડાઅવળા થયા તો ખેર નથી


ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી લોકોને કરતો હતો બિભત્સ મેસેજ
અમદાવાદની એક યુવતીના નામનું ખોટું ફેસબુક આઈડી બનાવી ફરિયાદીની માતાના બીભત્સ મેસેજ અને ફોટો મોકલતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં ટેક્નિકલ એનાલિસિસ કરતા આરોપી ગોમતીપુર વિસ્તારનો  બળવંતભાઈ નામનો યુવક હોવાનું સામે આવતા ધરપકડ કરી. આરોપી બળવંત મકવાણાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ફરિયાદી આરોપીના વિસ્તારમાં જ રહેતા હોય અને અગાઉ આ ફરિયાદીને આરોપીની બહેનની સાથે ઝઘડો તકરાર થયેલ. જે બાબતે ગોમતીપુરમાં ફરિયાદ નોંધાતા જેની અદાવત રાખી તેમજ ફરિયાદી સાથે બદલો લેવા માટે થઈ ફેસબુક ઉપર ફેફ આઈડી બનાવી ફરિયાદીના માતાના નામના બિભસ્ત મેસેજ લખી તેમને બદનામ કરવા આરોપીએ પોતાના જ મોબાઈલ નંબરના વોટ્સએપ પર બિભસ્ત મેસેજ વાળા ફોટોનું ડી.પી મુકેલ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube