હિમાંશુ ભટ્ટ/ મોરબી : હળવદ તાલુકામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરીને તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા વિદ્યાર્થિની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેના પગલે વિદ્યાર્થિનીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર માલધારીઓ પર ખફા! જો રખડતું ઢોર પકડાશે તો એવો કેસ કરશે કે જામીનના પણ ફાંફા પડી જશે


હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થિનીએ જે ફરિયાદ નોંધાવી હતી, તેના આધારે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચારનારા જયેશ ચંદુભાઇ કણઝરીયા રહે, ખારીવાડી હળવદ અને મેહુલ સવજીભાઇ હડીયલ રહે, ગોરી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ખુદને ખુદા સમજી બેઠેલા અધિકારીઓને એવા ખુણે ફેંકી દેવાશે કે જીવનભર અજવાળુ નહી જોઇ શકે: CM


મોરબી જીલ્લામાં દુષ્કર્મના બનાવો હળવદ તાલુકામાં વધુ સામે આવતા હોય છે તેવામાં વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ આચારીને તેની તેના ફોટો વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીના માતપિતા સહિતનાઓને મોકલાવવાની ધમકી આપીને તેને તાબે કરવામાં આવતી હતી. જો કે, ભવિષ્યમાં આવા બનાવો હળવદ કે મોરબી જીલ્લામાં ન બને તે માટે દાખલા રૂપ સજા આરોપીઓને કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube