જાવેદ સૈયદ, અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આઠમ નિમિત્તે મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં હોડીવાળી રાઈડમાંથી 5થી વધુ લોકો નીચે પટકાયા હતાં. નીચે પટકાતા જ 2 લોકોના  મોત નિપજ્યા હતાં. જ્યારે 4 લોકોને ઈજા થઈ છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમદાવાદના નારોલ વિસ્તારમાં આઠમ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં વિવિધ પ્રકારની રાઈડ્સ પણ હતી. જેમાં મંગળવારે મોડી રાતે એક હોડીની ચાલુ રાઈડમાંથી શોર્ટ સર્કિટના કારણે 5થી વધુ લોકો નીચે પટકાયા હતાં. જેમાંથી 2 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં.


જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.