રાજકોટમાં ફાયરિંગ : જો ઝાંપો બંધ ન કર્યો હોત તો મહિલાના શરીરમાં ગોળી ખૂંપી હોત
રાજકોટના આઝાદ ચોક નજીક આવેલ નહેરુનગરમાં નામચીન એવા વસીમ નામના શખ્સ દ્વારા એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતને લઈને વસીમે અલાઉદીન નામના વ્યક્તિના મકાન પર ગોળીઓ વરસાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.
સત્યમ હંસોરા/રાજકોટ : રાજકોટના આઝાદ ચોક નજીક આવેલ નહેરુનગરમાં નામચીન એવા વસીમ નામના શખ્સ દ્વારા એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂની અદાવતને લઈને વસીમે અલાઉદીન નામના વ્યક્તિના મકાન પર ગોળીઓ વરસાવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, જે મહિલા પર ફાયરિંગ થયું તે સુલતાનાબહેને જણાવ્યું કે, તેઓ જેઠ અલાઉદ્દીન અને જેઠાણીના પરિવાર સાથે રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે દસ વાગ્યે તેઓ જમવા બેસ્યા હતા, ત્યારે કોઈએ ઘરીન ડેલીનો દરવાજો ખખટાવ્યો હતો. સુલતાના બહેન દરવાજા પાસે ગયા હતા. ત્યારે બંનેએ તેમને અલ્લાઉદ્દીનભાઈ ક્યાં છે તેવું પૂછ્યું. ત્યારે સુલતાનાબહેન તેમને ઉભા રાખીને જેઠને બોલાવવા ગયા હતા. આ સમયે બંને શખ્સો ફરીથી બાઈક પર બેસ્યા હતા અને પિસ્તોલ કાઢીને સુલતાનાબહેન સામે તાકી હતી. જેથી સુલતાનાબહેન સમયસૂચકતા વાપરીને ડેલી બંધ કરી હતી. જેને કારણે ગોળી ઝાંપા સાથે અથડાઈ હતી અને સુલતાનાબેન બચી ગયા હતા. ગોળીનો અવાજ સાંભળીને તેમનો પરિવાર તેમજ આસપાસના લોકો પણ આવી ગયા હતા.
આમ, સુલતાનાબહેને તાત્કાલિક પોલીસને આ મામલે જાણ કરી હતી. સુલતાનાબહેન પોલીસને જણાવ્યું કે, વસીમે તેને કહ્યું કે 'મારું નામ વસીમ દલવાણી છે, તારાથી થાય તે કરી લેજે'. ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પણ તાત્કાલિક પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.