સુરત : OPERATION GHOST હેઠળ અગાઉખુન, ખુનનીકોશીષ, ધાડ, લુંટ, ખંડણી ઉઘરવવા જેવા ગુનામાં પક્ડાયેલ અને છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો કુખ્યાત આરોપી પ્રવિણ રાઉતને બીહારથી સુરત શહેર ક્રાઇમબ્રાંચએ ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખુન, ખુનની કોશીષ, ધાડ, લુંટ જેવા ગુનામા આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમબ્રાચની અલગ-અલગ ટીમો બનાવી આવા આરોપીઓને શોધી કાઢવા ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. જે પૈકી અગાઉ હથીયાર સાથે ૪-૪ ખુન, ખુનની કોશીષ, ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનાઓમાં પક્ડાયેલ આરોપી પ્રવિણ રાઉત ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય તેને ટાર્ગેટ તરીકે પસંદ કરી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમબ્રાંચના PI, ૦૨ PSI સહિતનો સ્ટાફ ટાર્ગેટેડ આરોપીને શોધી કાઢી ઝબ્બે કરવા સારૂ ઓપરેશન“ઘોસ્ટ”(GHOST) હાથ ધરવામા આવેલ હતુ. પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઈમબ્રાચ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈંટેલીજન્સની મદદથી આરોપીઓનુ સગડ મેળવવા પ્રયત્ન હાથ ધરવામા આવેલ હતું. જેમા દરેક પાસાઓની તપાસ કર્યા બાદ ચોક્ક્સ માહિતી મળેલ કે, આરોપી પ્રવિણ રાઉત તેના વતન બિહારના ગોરમા ગામમાં છુપાઈને રહે છે. જે આધારે પોલીસની ટીમે બિહાર રાજ્યના નાલંદા જીલ્લા ખાતે તપાસમાં ૦૨ પો.સ.ઈ તથા અન્ય ૦૮ પોલીસ કર્મચારીઓની ટીમ મોકવામા આવેલ હતી. 


જે ટીમો ત્યા પહોચી બિહાર રાજ્યના પોલીસની STF બ્રાંચની મદદ મેળવી તેમની સાથે બીહાર ખાતે ધામા નાંખી એક ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સની મદદ લીધી હતી. જેના આધારે અતિસંવેદનશીલ અને સંયમી રીતે એક ટીમના સભ્યો ત્યાં આગળ લોકલ લોકોની માફક પહેરવેશ ધારણ કરી લુંગી બનીયન અને ગમછામાં ફરી તથા બીજી ટીમ ફુટની લારી અન્ય જગ્યાએથી ભાડે લઈ ફ્રુટ વેચવા અવાર-નવાર ગામમાં જઈ રેકી કરી આરોપી અંગે માહિતી મેળવતા હતા. આમ સતત એક અઠવાડીયાની મહેનત બાદ ત્યાં આરોપીના ઘરની ખરાઈ થયેલ હતી. પરંતુ આરોપી અતીશય ચાલાક અને માથાભારે તેમજ કાયમ હથીયાર રાખવાની ટેવ વાળો હોય ઓપરેશન ખુબજ સંવેદંશીલ રીતે વગર કેજ્યુલીટીએ પાર પાડવુ જરૂરી હતુ. 


જેથી જ્યાં સુધી આરોપી નજર સામે આવી ના જાય અને તેનો હાલનો હુલીયો ઓળખાય ન જાય ત્યાં સુધી ઓપરેશનની ગુપ્તતા જાળવવી ખુબ જ જરૂરી બન્યું હતું. ક્રાઈમબ્રાંચની ટીમોએ હિંમત હાર્યા વગર સતત રેકી ચાલુ રાખેલ હતી અને ઓપરેશનના આઠમા દિવસે આરોપીની ઓળખ ચોક્ક્સ થતા ઓપરેશન આખરી તબક્કામાં લઈ જવા સારૂ ટીમના તમામ સભ્યોએ સંકલન કરી ફરી આરોપી પોતાના ઘરેથી કેટલા વાગ્યે બહાર આવે છે અને ક્યાં ક્યાં ફરે છે તે ખરાય કર્યા બાદ આખરે આરોપી પોતાના ઘરેથી તાડી પીવા ગામની પાદરેથી પસાર થતો હતો તે વખતે પકડી પાડી અત્યંત શીફ્કતા પુર્વક પકડી પાડી ત્યાથી સુરક્ષીત સ્થળે પહોંચી ગયા હતા. 


આરોપીનુ નામ પ્રવિણ ઉર્ફે દિક દશરથ રાઉતની M.Oએ હતી કે બીજા રાજ્યના વ્યકિતના નામના બોગસ સીમકાર્ડ મેળવી સુરત ખાતેના તેના ટીમના સાગરીતોનો સંપર્ક કરી તેના મારકતે સુરતના વેપારી વર્ગની માહિતી મેળવી તેઓને ભયમાં મુકી ધાકધમકી આપી તેઓને શાંતીથી વેપાર ધંધો કરવા તેમજ હેરાન નહી કરવા માટે ખંડણી પેટે રકમની માંગણી કરી ગુનો આચરતા આવેલ છે. આ ઉપરાંત પોતાની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ રાખવા તેમજ શહેરમાં પોતાની ધાક ઉભી કરવા તેમજ પ્રજામાં પોતાનો ભય જળવાય રહે તે હેતુથી તેની વિરોધી ગેંગના માણસો સાથે જાહેરમાં મારામારી કરી તેના ઉપર ફાયરીંગ કરી મોત નીપજાવી ગુનાઓ આચરેલ છે. તેમજ આરોપી પોતાની તથા તેના સાગરીતોની ગુનાહિત પ્રવૃતિ ચાલુ રાખવા આંગડીયા તથા હિરાના વેપારી વર્ગની લુંટ માટેની સોપારી/ટીપ મેળવી ગુનાઓ આચરી આર્થીક લાભ મેળવતો આવ્યો છે. અત્યાર સુધી કડોદરા, પાંડેસરા, ઉધના, બિહાર,વ્યારા,બારડોલી,વરાછા,ઊંઝા,ક્રાઇમબ્રાંચ,ખટોદરા તથા અઠવા પોલીસ મથકમાં મારામારી, ખડણી, લૂંટ ગુનાઓમાં તેના વિરુદ્ધ 17 જેટલા ગુનાઓ નોંધાય ચુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube