ભાવનગરમાં વહેલી સવારે 4 વાગ્યે ધરતીકંપના 2 આંચકાઓ અનુભવાયા
શહેરમાં વહેલી સવારે 4 વાગ્યે ભૂકંપના બે હળવા આંચકાઓ અનુભવાયા હતા. 4 વાગ્યે 2ની તીવ્રતાનો એક આંચકો અને બીજો 4.02 વાગ્યે 2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયોન માહોલ જોવા મળ્યો હતો. 4 વાગ્યે આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 46 કિલોમીટર દુર દરિયામાં નોંધાયું હતું. જ્યારે 4.02 વાગ્યે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 44 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું.
ભાવનગર : શહેરમાં વહેલી સવારે 4 વાગ્યે ભૂકંપના બે હળવા આંચકાઓ અનુભવાયા હતા. 4 વાગ્યે 2ની તીવ્રતાનો એક આંચકો અને બીજો 4.02 વાગ્યે 2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયોન માહોલ જોવા મળ્યો હતો. 4 વાગ્યે આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 46 કિલોમીટર દુર દરિયામાં નોંધાયું હતું. જ્યારે 4.02 વાગ્યે અનુભવાયેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 44 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું.
સૌરાષ્ટ્રના ભૂકંપના આંચકા અવારનવાર અનુભવાઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં 3 મહિના પહેલા ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 11.31 વાગ્યે 1.5ની તીવ્રતાનો બીજો આંચકો બપોરના 1.36 વાગ્યે 1.6ની તીવ્રતાનો અને સાંજે 7.08 વાગ્યે 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આ આંચકાથી કોઇ જાનહાનિ કે નુકસાન પહોંચ્યું નહોતું. ભૂકંપનું એપી સેન્ટર રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું.
16 જુલાઇએ રાજકોટમાં 4.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યો હતો. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુયં હતું. રાજકોટના કોટસાંગાણી તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube