વડોદરા : રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંક બે હજારને પાર પહોંચ્યો છે. જેના પગલે ચિંતા પ્રવર્તી છે. તો બીજી તરફ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. જી હા ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના દર્દીઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. જેના પગલે તંત્ર અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે બોડેલીની એક 2 વર્ષની બાળકીએ કોરોના વાયસને માત આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની સૌથી ઓછી ઉંમરની બાળકી આયેશા કોરોના સામે જીતી ગઈ છે. વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોનાને હરાવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં એક હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. વિશ્વભરમાં કોરોના વાયરસ વૃદ્ધો અને બાળકોને વધારે અસર કરી રહ્યો છે. ત્યારે 2 વર્ષની બાળકીએ કોરોનાને હાર આપતા લોકો એક રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. એક નવી ઉમ્મીદ પણ જાગી છે. આયેશાના દાદા અને વડીલો કોરોના પોઝિટિવ હતા. સદનસીબે બાળકી ઓછા લક્ષણો ધરાવતી હોનાથી જલદીથી કોરોનાને હરાવી શકી છે. આયેશાને નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને સારવાર આપી હતી.


આયેશામાં કોરોનાના લક્ષણો જણાતા સારવાર દરમિયાન આયેશાના બેથી ત્રણ વાર ટેસ્ટ કરવામાં આવ્યા, જે નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આયેશા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે.. આ પહેલા આયેશાના દાદાને પણ વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તે પણ અહીંની સારવારથી સ્વસ્થ થયા છે. આ હોસ્પિટલમાંથી કુલ 5 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેના પગલે સંપુર્ણ સ્ટાફ અભીનંદનને પાત્ર છે.. આયેશાના પરિવારને ગોત્રીની મેડિકલ ટીમે બેવડી ખુશી આપી છે. અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલની સારવારથી શહેરના ત્રણ અને બોડેલીના બે મળીને ફુલ 5 દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube