રવિ અગ્રવાલ/વડોદરા :કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે હવે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)નો કહેર વર્તાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં છેલ્લાં 50 દિવસમાં આ ગંભીર બીમારીના 100 કેસ નોંધાયા છે. મ્યુકોરમાઈકોસિસના કારણે શહેરમાં 20 દર્દીઓના મોત થયા છે. સ્ટીરોઈડનો વધુ પડતો ઉપયોગ અને ડાયાબિટીસનાના દર્દી માટે મ્યુકોરમાઈકોસિસ વધુ જોખમી સાબિત થાય છે. 40 વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.


આ પણ વાંચો : દેશભરમાં ફજેતીનું કેન્દ્ર બનનાર સાણંદના કાર્યક્રમમાં જોડાયેલા લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલાશે 


કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર
કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે. 


આ પણ વાંચો : રાજકોટથી એર એમ્બ્યુલન્સમાં જવા માટે લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે દર્દીઓ


મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો 


  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે

  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે

  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે


આ પણ વાંચો : અડધું જામનગર શહેર આજે પાણીવિહોણું રહેશે, આ છે કારણ...


મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે.