ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પર જળ સપાટી ભયજનક, 20 ગામ એલર્ટ
ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 27.50 ફૂટે પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે બાદ હવે સપાટીમાં થઈ રહેલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર નર્મદા ભરૂચ કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ભરત ચુડાસમા/ભરૂચ: ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 27.50 ફૂટે પહોંચતા તંત્રએ નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે બાદ હવે સપાટીમાં થઈ રહેલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ભયજનક સપાટી થી 4 ફૂટ ઉપર નર્મદા ભરૂચ કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
પુરની પરિસ્થિતિનું નિર્માણ થતા જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા તાલુકાના કુલ 20 ગામોને વહીવટી તંત્ર એલર્ટ કરાયા છે. તેમજ માછીમારોને માછીમારી કરવા નહીં જવાની તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયાબજાર અને વેજલપુર બહુચરાજી મંદિર નજીક રહેતા લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
વડતાલ ગાદીના વિવાદનો આવશે અંત, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થશે સમાધાન
ગોલ્ડન બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટી પૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો નર્મદા કિનારે આવેલ ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. સરોવર નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 23 ગેટ 3.5 મીટર ખોલી 5,71,131 પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી ભરૂચના હોલ્ડન બ્રિજની જળ સપાટી સતત વધી રહી છે.
જુઓ LIVE TV :