બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં ગરબા આયોજકો દ્વારા આ વર્ષે ખેલૈયાઓની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખી ગરબા ગ્રાઉન્ડ ખાતે હાર્ટનાં નિષ્ણાત તબીબોની ટીમ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે, જ્યારે 20 મહિલા બાઉન્સરો ચણિયા ચોળી પહેરી ગરબા રમતા રમતા મહિલાઓની સુરક્ષા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ જેહાદ માટે કોણ આપે છે ફંડ? સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યુ


આણંદ શહેરમાં આ વર્ષે ચાર સ્થળે મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયોજકો દ્વારા લાઈટ, ડેકોરેશન, બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં યુવાનોમાં આકસ્મિક હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગરબા રમતી વખતે ખેલૈયાઓની આકસ્મિક તબિયત ખરાબ થાય તો તેઓને ત્વરિત સારવાર મળી રહે તે હાર્ટ કિલર ગ્રૂપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર હાર્ટના નિષ્ણાત સહિત ફિજીસીયન તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.


રાજકોટમાં પાટીલનો હુંકાર : લોકસભામાં 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું


ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની વિશેષ સુરક્ષાને લઈને ગરબા ગ્રાઉન્ડ પર 20 મહિલા બાઉન્સરો ચણિયા ચોળી જેવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબા રમતા રમતા ખેલૈયાઓ પર નજર રાખશે, અને કોઈ યુવતી કે મહિલાની છેડતી નાં થાય તે માટે બાઝ નજર રાખશે. 


મહિલાઓ માટે બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમો, પૈસા લગાવનાર છે ખૂબ ફાયદામાં...