અમદાવાદ : દરેક પિતા પોતાની પુત્રીને ખુબ જ પ્રેમ કરતા હોય છે. પુત્રી લાડકવાયી હોય છે. તેવામાં જો પોતાની જ પુત્રીનો ક્યાંય કુંડાળામાં પગ પડી જાય તો પિતાની સ્થિતી ખુબ જ વિપરિત થઇ જતી હોય છે. અમદાવાદમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પિતાની 20 વર્ષની દીકરીને તેના જ બોયફ્રેન્ડ દ્વારા મેસેજ અને કોલ રેકોર્ડિંગ, વ્હોટ્સએપ ચેટનાં સ્ક્રીન શોટ મોકલ્યા હતા. જે જોઇને તેના પિતાનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gandhinagar: ધારાસભ્યે કહ્યું અધિકારીઓ અમારા ફોન નથી ઉપાડતા, ગેલેરીમાંથી કુદવાનું મન થાય છે


દીકરીને 1-2 નહી પરંતુ કુલ ચાર બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યા બાદ તેના પિતા ચમકી ગયા હતા. દિકરી એકસાથે આટલા બધા યુવકો સાથે સંબંધમાં હોવાની વાતથી તેઓ વ્યથીત થઇ ગયા હતા. જો કે સમાજમાં બદનામીનાં ડરથી તેઓ વાત કરી શક્યા નહોતા. જેથી દીકરીને સમજાવવા માટે પિતાએ હિંમત કરીને મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવતીને બોલાવી સમજાવી હતી. પહેલા તો યુવતી ચાર બોયફ્રેન્ડની વાત હોવાનું સ્વિકારવા માટે જ તૈયાર નહોતી. 


ધારાસભ્યની દાદાગીરી: હું કહું ત્યાં ઉભો રહે નહી તો પટ્ટા ઉતરી જશે, લોકોને કહ્યું મારો સાલાઓને


જો કે તેના પિતાએ રેકોર્ડિંગ અને સ્ક્રિનશોટ દેખાડ્યા બાદ આખરે તે સ્વિકારવા માટે તૈયાર થઇ હતી. આખરે મહિલા અભયમ ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરતા યુવતી આખરે બધુ છોડી દેવા માટે તૈયાર થઇ હતી. તેણે પોતાનાં તમામ બોયફ્રેંડના નંબર ડિલિડ કરી દીધા હતા. આ ઉપરાંત ટીમ દ્વારા તેના બોયફ્રેંડ્સને પણ સમજાવવામાં આવ્યા હતા. યુવતીનાં પિતાને પણ પ્રેમથી દીકરીને ઘરે લઇ જવા માટે જણાવ્યું હતું. હોર્મોનલ ચેન્જીસના કારણે આ ઉંમરે આવું થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube