જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે નવમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. જો કે પોલીસને મેસેજ મળતા જ પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ શરૂ કરી છે. જો કે આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતા 20 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ ફાટ્યું છે. ઘટના એવી બની કે આ ફ્લેટમાં રહેતો સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટના ધંધામાં જોડાયેલો હતો. સાહિલ તેના માતા પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો.


વધુ વાંચો...પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જોડાયા


સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો અને ત્યારબાદ અચાનક જ નવમા માળેથી સાહિલે પડતું મૂક્યું હતું. ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા તે લોકોએ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસને તથા સાહિલના પરિવારને જાણ કરી હતી. પાલડી પોલીસે લાશનું પીએમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે.