અલ્કેશ રાવ/બનાસકાંઠા : દિયોદરના રાંટીલા ગામનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ખેડૂતો પાસેથી સહાયના ફોર્મના નામે કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે છે તે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 


વીડિયોમાં બતાવેલ માહિતી મુજબ, ખેડુતો પાસેથી સહાયના ફોર્મના ઝેરોક્ષની દુકાનમાં એક વ્યક્તિ 200 રૂપિયા લેતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં સહાય ફોર્મના નામે ખેડૂતો પાસેથી 200 રૂપિયા ઉઘરાવાઈ રહ્યા હતા. આ વીડિયો વાઈરલ થયા બાદ નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. દિયોદર તાલુકા વિકાસ અધિકારી રાટીલા પહોચ્યા. તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનોના નિવેદન લીધા છે. જે જગ્યાએ નાણાં લેવાતા હતાં ત્યાં પંચનામું કરાયું છે. સમગ્ર ગેરનીતિને લઇને કાયર્વાહી હાથ ધરી છે.