અમદાવાદઃ 2002ના ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યને એસઆઈટી  દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટને પડકારનારી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ ગઈ છે. પૂર્વ  સાંસદ અહેસાન જાફરીની પત્યા ઝાકિયા જાફરીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અહેવાલ પ્રમાણે  સર્વોચ્ચ કોર્ટ 19 નવેમ્બરે આ મામલાની સુનાવણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત હાઈકોર્ટે એક વર્ષ પહેલા જાફરીની અરજીને રદ્દ કરી હતી જેમાં તેણે 2002માં થયેલી રમખાણોના સંબંધમાં  તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યને એસઆઈટી દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને યથાવત  રાખવાના નિચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે, ગુજરાત રમખાઓની બીજીવખત તપાસ થશે નહીં. 


ઝાકિયા જાફરીની ષડયંત્રની વાતને મામવાનો કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની સામે આ  અરજી પર સુનાવણી ત્રણ જુલાઈ 2017ના પૂરી થઈ હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે મોદી અને વરિષ્ઠ  પોલીસ અધિકારીઓ સહિત 59 અન્યને ષડયંત્રમાં કથિત રીકે સામેલ હોવા માટે આરોપી બનાવવામાં આવે. અરજીમાં  આ મામલાની ફરી તપાસ માટે હાઈકોર્ટના નિર્દેશોની પણ માંગ કરવામાં આવી હતી. ગુજરાત રમખાણોના મામલામાં  અમદાવાદ કોર્ટે વર્ષ 2013ના ડિસેમ્બરમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી હતી. ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો  થયા ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા. 


28 ફેબ્રુઆરી, 2002ના કોંગ્રેસના સાંસદ અહેસાન જાફરી સહિત ઓછામાં ઓછા 68 લોકોને અમદાવાદની ગુલબર્ગ  સોસાયટીમાં મોતની ઘાટ ઉતારવામાં આવ્યા હતા. માર્ચ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટી દ્વારા  જાફરીના આરોપોની તપાસ કરવામાં આવી હતી. તપાસ ટીમે તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની  2010માં 9 કલાક કરતા વધુ સમય પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપોમાંથી તત્કાલિન મુખ્યપ્રધાનને ક્લીન ચિટ  મળી ગઈ હતી. 


પીએમ મોદી અને 59 અન્ય લોકોને ક્લીન ચિટ આપ્યા બાદ એસઆઈટીએ કહ્યું કે, આ આરોપીઓ વિરુદ્ધ કેસ  ચલાવવા માટે પૂરતા પૂરાવા નથી અને તપાસ બંધ કરી દીધી હતી. જાફરીના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે,  નિચલી કોર્ટે સુપ્રીમ કોર્ટના નિશા-નિર્દોશોને નજર અંદાજ કર્યા અને સાક્ષીઓના હસ્તાક્ષર કરાયેલા વક્તવ્યો પર  વિચાર કર્યો નથી.