ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ
વર્ષ 2008માં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આખરે પીડિતોને ન્યાય મળ્યો છે. લાંબા સમયની ઈંતેજારી બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો દેશના ઈતિહાસમાં પહેલો એવો ચુકાદો બન્યો છે, જેમાં પહેલીવાર 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવાઈ છે. તો 11 દોષિતોને આજીવન કેદની સજા ફટાકારાઈ છે. આરોપી નંબર 1 થી 18 ને ફાંસીની સજા ફટાકારાઈ છે. સાથે જ મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર આપવા આદેશ કરાયો છે.