રાજકોટ :  જેતપુર પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરના 34 પાસના કાર્યકરો સામે 2017ના વર્ષમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં હાલના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો પણ સમાવેશ થાય છે. આજે જેતપુર કોર્ટમાં આ કેસ ચાલતા જજે પાસના દિનેશ બાંભણીયા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાર્દિક સવાણીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવા માટેના આદેશ કર્યો છે. જો કે આ મુદ્દે વકીલ દ્વારા જામીન માટે કોર્ટને અપીલ કરવામાં આવી હતી. જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાસુના આડા સંબંધો અંગે પતિને જાણ કરતા પતિએ કહ્યું 30 લાખ બાકી છે તુ લઇ આવ તો નહી કરે

પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો જે તે સમયે નિર્ણય પણ લેવાયો હતો. જો કે આજે પાસના 34 કાર્યકરો પૈકી દિનેશ બાંભણીયા, અમિત પટેલ અને હાર્દિક સવાણીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. જેથી તેમને જેલ હવાલે કરવાનો જેતપુર કોર્ટે આદેશ કર્યો છે. આ મુદ્દે કોર્ટમાં વકીલ દ્વારા આદેશ કરાતા ત્રણેયના જામીન કોર્ટ દ્વારા જામીન મંજુર રાખવામાં આવ્યા હતા. 


અમદાવાદમાં દુકાનદાર રજી અહેમદે બાળકીને ચોકલેટના બહાને અંદર ખેંચી લીધી અને બચકા ભર્યા

2017માં જેતપુરના સરદાર ચોકમાં પાસ કાર્યકરોના ઘર્ષણ મામલે 34 જેટલા પાસના કાર્યકરો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રાયોટિંગ અને હથિયાર રાખવા બદલ વિવિધ કલમ હેઠળ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ થઇ હતી. જે મુદ્દે જેતપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે લોકસભાના ઉમેદવાર લલિત વસોયા, મનોજ પનારા, દિલીપ સાબવા સહિત 34 લોકો સામે ગુનો દાખલ થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube