ઝી ન્યૂઝ/વડોદરા: આજે રામનવમીને લઈ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બની હતી. જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી આવીને મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત ખાતે થી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. ત્યારબાદથી ફતેહપુરામાં નાઈટ કોમ્બિંગ ચાલી રહ્યું છે. JCP મનોજ નીનામાની અધ્યક્ષામાં મેગા કોમ્બિંગની કામગીરી ચાલી રહી છે. તોફાની તત્વોને પકડવા માટે મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ સાથે જ એવું જાણવા મળી રહ્યું છે કે પથ્થરમારો કરનારની હવે ખેર નથી. પોલીસ ઘરમાં જઈને તપાસ કરી રહી છે અને અસામાજિક તત્વોને સંતાયેલા લોકોને બહાર કાઢી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'


વડોદરામાં પથ્થરમારાની ઘટનામાં 21 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સિટી પોલીસે 16 પુરુષ અને 5 મહિલાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરી ફતેહપુરા અને હાથીખાનામાં કોમ્બિંગ શરૂ કર્યું છે. શહેરમાં SRPની 3 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે અલગ અલગ જગ્યાએ વધારાની પોલીસ બોલાવી દેવામાં આવી છે. લગભગ એક હજાર પોલીસનો કાફલો મેદાને છે. આ સિવાય જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ કોમ્બિંગ માં હાજર છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ફતેપુરા અને પંજરીગર મહોલ્લામાં ઘૂસ્યો છે.


અમદાવાદના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, IPL મેચ જોનારા માટે મોટા સમાચાર


શહેરના ફતેપુરા, કુંભારવાડા,યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે પોલીસ દ્વારા તોફાનીઓની ધરપકડની કાર્યવાહી તેજ કરાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં કેટલાક શકમંદોને દબોચી લીધા છે. પોલીસ દ્વારા 20 જેટલા તોફાનીઓની ઓળખ કરી દબોચી લેવાયા છે. પોલીસે ઝડપાયેલા તમામ તોફાનીઓ વિરૂદ્ધ F.I.R કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.


ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ


જેમાં વડોદરાના વડોદરાના પોલીસ કમિશનર રાજ્યના ડીજીપી વિડિયો કોન્ફરન્સથી જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં જોડાયા હતા. જ્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે રામનવમીની શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. 


'મન હોય તો માળવે જવાય', એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આ સુરતીએ વગાડ્યો ડંકો


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં રામનવમીને લઈ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી રહી હતી. દરમિયાન શહેરની શાંતિને દોડવાનો પ્રયાસ કરાયો છે. રામનવમીની આ યાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે લોકો ફરી ભવિષ્યમાં ક્યારેય પથ્થર સામે જોશે નહીં તેવા કડક પગલાં ભરવામાં આવશે. પથ્થર ફેકનાર તમામને શોધી શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.