ચેતન પટેલ, સુરત: સુરતમાં એક ભાગીદારે જ પોતાના બીજા ભાગીદારને 21 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કંપનીને ડિલીવરી કરવા આપેલા હીરા બારોબાર સગેવગે કરી લઈને આરોપી ભાગીદાર રફૂચક્કર થઈ ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો માટે કરો ક્લિક સુરત: 21 લાખના હીરા લઈને આરોપી થયો રફુચક્કર


મળતી માહિતી મુજબ નિકુંજ નામના ભાગીદારે પોતાના અન્ય એક ભાગીદાર અલ્પેશને કોઈ અમેરિકન હીરા કંપનીને ડિલીવરી કરવા માટે 21 લાખના હીરા આપ્યા હતાં. આરોપી ભાગીદારે આ હીરા બારોબાર સગેવગે કરી નાખ્યાં અને રફુચક્કર થઈ ગયો. આ મામલે મહિધરપુરા  પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.