લાલજી પાનસુરિયા/આણંદ: આણંદ(Anand) જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ અને આસપાસના પાંચ ગામોના લોકો નવરાત્રી(Navratri) હોવાથી અંબાજી(Ambaji) મંદિર દર્શન કરવા માટે લકઝરી બસ દ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમા મોટા ભાગના સાગા સબંધીઓ હતા. દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે ત્રીસુલિયા ઘાટ પાસે બસ કોઈ કારણો સર પલ્ટી ખાય જતા તેમ સવાર 60 મુસાફરોમાંથી 21 શ્રદ્ધાળુઓના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિના પવિત્ર દિવસોમાં મોટા ભાગના લોકો અંબાજી દર્શન માટે જતા હોય છે. તે શુભ આશયથી આ વિસ્તારના લોકો પણ માઁના દર્શન માટે હસતા મોઢે ગયા હતા. પણ કુદરત કઇક અલગ જ  વિચારતી અને ગોજારા અકસ્માતમાં 20થી વધારે લોકોના મોત થતા પરિવારો શોકમાં ડૂબી ગયો હતા, અને માનવા માટે રાજી નથી કે અમારા સાથે આવું થયુ છે.


ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના દર્શન કર્યા, સહપરિવાર કરી પૂજા


મહત્વનું છે કે, અંબાજી નજીક ત્રિસુલિયા ઘાટ પાસે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 લોકોના મોત થયા છે.જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોમાંને સારવાર અર્થે 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી છે. અંબાજી નજીક અકસ્માતમાં 21 લોકોના મોત જેમાં 14 પુરુષો,3 સ્ત્રીઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.


જુઓ LIVE TV :