ટીપે ટીપે સરોવર ભરાયું, ધૈર્યરાજને બચાવવા 38 દિવસમાં 15.48 કરોડ રૂપિયા મળ્યાં
- ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થયા
- સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે
ઝી મીડિયા/બ્યૂરો :પોતાના બાળકને બચાવવા માટે એક ઈન્જેક્શનની જરૂર છે, અને એ ઈન્જેક્શન માટે 22 કરોડ (22 crore injection) ની જરૂર છે, તો તમે મદદ કરો એવી અપીલ ગુજરાતના એક માતાપિતાએ કરી હતી. પણ આ અપીલ બાદ ગુજરાતમાં દાનની સરવાણી વહી હતી. મહીસાગરના લુણાવાડાના ધૈર્યરાજ (dhairyaraj) ને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. હવે લાચાર માતાપિતા જલ્દી જ પોતાના બીમાર બાળકની સારવાર કરાવી શકશે.
ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થઈ ગયા. ધૈર્યરાજને સારવાર માટે જે ઈન્જેક્શનની જરૂર છે, તે 16 કરોડ રૂપિયાનું છે. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જોકે, હવે ઈન્જેક્શન માટે માટે જરૂરી રૂપિયા આવી ગયા છે. તેથી સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.
આ પણ વાંચો : દરવાજો ખોલ્યો તો, ઘરની બહાર બે સિંહો પાણી પીતા હતા... તેજીથી વાયરલ થયો આ Video
ધૈર્યરાજને 16 કરોડના ઈન્જેક્શનની જરૂર
ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. આ માતા-પિતાના વારસામાં આવેલો રોગ છે જે જનીનો ખામી દર્શાવે છે, ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે.
આ પણ વાંચો : આડાસંબંધોના વહેમમાં યુવકના શરીરના 5 ટુકડા કરીને 400 ફીટ ઊંડા બોરવેલમાં નાંખી દીધા, હવે થયું કંઈક આવું...
લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ડોકટરોએ કહી દીધું હતું કે, બાળકના ઈલાજ માટે તમારી પાસે માત્ર 1 વર્ષ છે. પરંતુ લાચાર માતાપિતા પાસે રૂપિયા નથી. જેના માટે બાળકના પિતાએ 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો હતો. તેથી તેમણે લોકો પાસે મદદનો હાથ લંબાવ્યો હતો. બાળક ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે. ત્યારે ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે આજીજી કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી કેટલીય સંસ્થાઓ આ માટે ડોનેશન આપવા લાગી છે. રાજકારણીઓએ પણ મદદ માટે હાથ લંબાવ્યો હતો.
આ પણ વાંચો : તમારા ભૂલકાઓને સાચવજો, ગુજરાતમાં બાળકોમાં કોરોનાના કેસ વધ્યાં
- A/C NO : 700701717187237
- IFSC CODE : YESB0CMSNOC
- NAME : DHAIRYARAJSINH RATHOD
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 10 લાખની સહાય કરાઈ
ધૈર્યરાજ સિંહ માટે રાજ્ય સરકારે 10 લાખની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપી છે. તો ધૈર્યરાજ સિંહને બીમારીમાંથી બહાર લાવવા માટે નિ:સહાય માતા-પિતાએ તેના સ્વાસ્થય માટે અને બીમારી જડમૂળથી નીકળી જાય તેના માટે દાતાઓને અપીલ કરી હતી. જૂના ભરૂચનાં યુવા સંગઠને ધૈર્યરાજ સિંહ માટે રૂ. 2,31,000 ની રકમ તેમના પિતાને અર્પણ કરી. ભરૂચ જીલ્લામાં ધૈર્યરાજસિંહ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી છે, ત્યારે જૂના ભરૂચ યુવા સંગઠનનાં યુવકો દ્વારા ધૈર્યરાજ સિંહ માટે એકત્ર કરેલ રકમ તેમના પિતાને સોંપવામાં આવી છે.