ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં હાલ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા પોલીસ વિભાગ ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરોની બદલી બાદ હવે રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હજુ તો ગઇકાલે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે ત્યાં તો આજે ફરી રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરી દેવાઇ છે. 


આજે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અલગ-અલગ જિલ્લાઓને નવા કલેક્ટરો મળ્યા છે. જે યાદી નીચે મુજબ છે. 


  • અમદાવાદમાં નવા કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. 

  • અમદાવાદ મનપા કમિશનર તરીકે એમ. થેન્નારસનની નિયુક્તિ કરવામાં આવી છે. 

  • ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે પ્રવીણા ડી.કે 

  • રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રીયલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

  • મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મુકવામા આવ્યા છે.

  • ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

  • ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

  • જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

  • બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

  • બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.