• 23.23 લાખ ફોર્મમાંથી કુલ 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં છે. સાડા 3 હજાર જગ્યા સામે 23 લાખથી વધુ ઉમેદવારો મેદાને ઉતર્યા

  • તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં


ઝી મીડિયા/બ્યૂરો :સરકારી નોકરી કોને ન ગમે. તેમાં પણ જ્યારે સરકારી નોકરીમાં જ્યારે જ્યારે ભરતી આવે છે ત્યારે ઉમેદવારોનુ ઘોડાપૂર ઉમટી પડે છે. ગણતરીની જગ્યાઓ માટે લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે. ત્યારે ગુજરાતમાં તલાટીની ભરતી માટે ઉમેદવારોનુ ઘોડાપૂર ઉમટ્યુ છે. વર્ગ-3ની સરકારી નોકરી માટે રેકોર્ડ બ્રેક ફોર્મ ભરાયા છે. પંચાયત સેવા પસંદગી મંડળની ગ્રામ પંચાયત સેક્રેટરી-તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યા માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. ફોર્મ ભરવાના દિવસના અંતે તલાટી માટે કુલ 23.23 લાખ ફોર્મ ઓનલાઇન રજિસ્ટર્ડ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23.23 લાખ ફોર્મમાંથી કુલ 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં 
વર્ગ-3 ની સરકારી જગ્યા માટે અત્યાર સુધીના સૌથી વધુ અરજીપત્રકો આ તલાટીની ભરતી માટે મળ્યા છે. 23.23 લાખ ફોર્મમાંથી કુલ 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં છે. સાડા 3 હજાર જગ્યા સામે 23 લાખથી વધુ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. તલાટીની ભરતી માટે સર્વરની સમસ્યા સર્જાતાં વધુ બે દિવસની મુદત આપ્યા બાદ 17મી ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવ્યાં હતાં. તે બાદ ડુપ્લિકેશન અને અપૂરતી વિગતો સાથેનાં ફોર્મ રદ થયા હતા. જે બાદ ફાઇનલ 18.21 લાખ ઉમેદવારોના ફોર્મ કન્ફર્મ કરવામાં આવ્યા છે. 


ફોર્મથી જ 3 કરોડની આવક થઈ 
મહત્વનું છે કે, ધોરણ-12ની શૈક્ષણિક લાયકાત અને ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવામાં આવ્યો હોવાથી લાખો ઉમેદવારોએ અરજી કરી છે. ત્યારે હવે 18.21 લાખ ઉમેદવારો સામે માત્ર 3 હજાર 437 જગ્યાઓ ખાલી છે. એટલે કે, તલાટીની એક જગ્યા માટે 530 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. જણાવી દઈએ કે, આ 23.23 લાખ અરજીકર્તાઓમાં 3 લાખ ઉમેદવારો જનરલ કેટેગરીના છે. તેમની પાસેથી 100 રૂપિયા ફોર્મ ફી પેટે લેવાતા પંચાચત સેવા પસંદગી બોર્ડને કુલ ત્રણ કરોડ રૂપિયાની આવક થઈ છે.