ઝી બ્યુરો, અમદાવાદ: સાવલી (Savli)નાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી (Jitu Vaghani) ને સાવલીના ભાદરવા ગામે મળશે જો કે આ મુલાકાતના સ્થાન અંગે પણ હજુ સસ્પેન્સ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે કેતન ઈનામદારે મોટું નિવેદન આપતા એમ પણ કહ્યું કે એમજીવીસીએલના એમડી ભટ્ટ (ટી.વાય. ભટ્ટ) સામે પગલાં ભરો. એમજીવીસીએલના એમડીએ જનપ્રતિનિધિનું અપમાન કર્યું છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ ઘટ્યો છે. નગરપાલિકાના પ્રમુખ સહિત 23 સભ્યો રાજીનામા આપી દીધા છે. નપાના સભ્યો બાદ તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત સાવલી એપીએમસી 14 અને દેસર એપીએમસીના 14 સભ્યોએ પણ રાજીનામા ધરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJPના નારાજ ધારાસભ્યે MGVCLના ભટ્ટ જેવા અધિકારીઓને સીધા કરી પગલાં લેવાની કરી માગણી


અત્રે જણાવવાનું કે આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે Zee 24 Kalak સાથેની વાતચીતમાં સૌરભ પટેલે અનેક મહત્વના ખુલાસા કરતા રાજીનામાનું સાચું કારણ પણ સામે આવ્યું છે. 


EXCLUSIVE: કેતન ઈનામદારનું કેમ પડ્યું રાજીનામું? હવે સાચું કારણ આવ્યું સામે


કેતન ઈનામદાર: મેં મંત્રી સૌરભ પટેલ જોડે સાવલી નગર પાલિકાની લાઈટ બીલ અંગે વાત કરી હતી.
સૌરભ પટેલ: બે દિવસ પહેલા કેતન ઈનામદારનો ફોન આવ્યો હતો સાવલી પાલિકાની લાઈટ મુદ્દે.


કેતન ઈનામદાર: મેં નગરપાલિકાની લાઈટ ફરી શરુ કરવા સૌરભભાઈને રજૂઆત કરી હતી 
સૌરભ પટેલ: બીલ 50 થી 60 લાખ જેટલું હતું એટલે મેં ભરવા કહ્યું હતું.


કેતન ઇનામદાર: મેં નિયમ મુજબ 10% રકમ ભરવાની તૈયારી બતાવી હતી 
સૌરભ પટેલ: મેં ચીફ ઓફિસરને બીલ લઈને આવવા કહ્યું હતું 


ઇનામદારV/S ઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, કેતન ભાઇએ વટ્ટનો મુદ્દો બનાવ્યો?


કેતન ઈનામદાર: પાલિકા અગર બાકી નીકળતી રકમના 10% રકમ ભારે to કનેક્શન ફરી શરુ કરી શકાય 
સૌરભ પટેલ: રકમ મોટી હતી એટલે નિયમ મુજબ કાર્યવાહી કરવા અમે તૈયાર હતા.


કેતન ઇનામદારના રાજીનામાં મુદ્દે આ મુખ્ય કારણ હતું અને આના લીધે જ કેતન ઇનામદારે રાજીનામું ધરી દીધું હતું, જોકે બાદમાં સમગ્ર સાવલીના પ્રશ્નોને આગળ ધરીને પોતે રાજીનામું આપ્યાની વાત કરી હતી.  


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube