રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં સુરતની 23 વર્ષીય વિદ્યાર્થીનીએ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ, PM મોદીએ થાબડ્યો ખભો
રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં સુરતની માત્ર 23 વર્ષીય ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથે મેળવ્યો હતો. મહત્વનું છે કે લિગામેન્ટ ઈજાને કારણે PSI બનવાનું સપનું અધુરું રહ્યા બાદ હવે તે PI બનવા માટે તૈયારી કરી રહ્યી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થા રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે.
અમદાવાદ : રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં સુરતની માત્ર 23 વર્ષીય ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથે મેળવ્યો હતો. મહત્વનું છે કે લિગામેન્ટ ઈજાને કારણે PSI બનવાનું સપનું અધુરું રહ્યા બાદ હવે તે PI બનવા માટે તૈયારી કરી રહ્યી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થા રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે.
અધિકારી લોકોનાં હૃદયમાં મજબુત સ્થાન ધરાવે છે, બદલી અટકાવવા નાગરિકો છેક મંત્રી સુધી પહોંચ્યા
જેમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષની ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ઓર્ડર ઓફ મેરીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. તેઓ અગાઉ ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સનો કોર્સ કરી ચૂક્યા છે. ધ્રુવીશાબેને જણાવ્યું હતું કે, મારી આ મહેનતનો શ્રેય મારા માતા-પિતાને જાય છે. મારે ખાખી વરદી પહેરીને દેશની સેવા કરવાનું સપનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે મેડલ મળ્યો તેની ખુશી ખૂબ જ છે.
સુરતમાં પોલીસ વર્ષોજુની ભુલી ગયેલી પ્રથાને ફરી એકવાર શરૂ કરી, પોલીસ ઢોલ અને નગારા સાથે
રક્ષા શક્તિ યુનિવર્સિટી લવાડમાં 4 વર્ષના કોર્સ દરમિયાન જ્યારે તે બંધ રહી, ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પરિણામ સારું આવ્યું છે. મેં PSIની ભરતી આવી ત્યારે પણ ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ બે મહિના અગાઉ મારા લિગામેન્ટમાં ઈજા થઈ હતી અને તેને કારણે ડોક્ટરે મને દોડવાની ના પાડી હતી, પરંતુ જેમ તેમ કરીને મેં રનિંગ પાસ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube