ચેતન પટેલ/સુરત: સુરતી લાલાઓ ખાવાના શોખીન હોય છે ખાવા માટે તેઓ કોઈપણ રકમ ચૂકવતા હોય છે ત્યારે ખાસ કરીને સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹1,000 છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે. આઇસ્ક્રીમ એવી છે કે તમે પણ જોઈને વિચાર કરશો કે આને જોવું કે સંભાળીને રાખવું અથવા તો ખાઈ લઉં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અ'વાદમાં ફટાકડા બજારમાં મોટી દુર્ઘટના; ધુમાડાના ગોટેગોટા, અફરા તફરીનો માહોલ સર્જાયો


કોઈપણ વાર તહેવાર હોય કે પછી સીઝન હોય, સુરતીલાલાઓ ક્યારેય ખાવાનું છોડતા નથી. હાલ માં સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે જેમાં સુરત પણ બાકાત નથી. ત્યારે ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે. ત્યારે આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરીટ બની ગઈ છે. આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ પહોળી થઇ જશે. કારણ કે આ આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર 24 કેરેટ ગોલ્ડનો વરખ લગાડવામાં આવે છે. 



આખરે કોર્ટે દાખલો બેસાડ્યો! 2019માં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પિતાને મોટી સજા


એટલું જ નહીં આ આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારનો નાના ગોલ્ડબોલ થી સજાવવામાં આવે છે.આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ ખાસ આઈસ્ક્રીમની કિંમત 1000 રૂપિયા છે સાથે તમને 18% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે. નામ સાંભળીને તમે ખબર પડી ગઈ હશે કે આની ઉપર 24 કેરેટ ગોલ્ડ વરખ લગાવવામાં આવ્યું છે. 



બોક્સ ઓફિસમાં ધૂમ મચાવનાર 'The Kerala Story' ની 4 અભિનેત્રીઓ, જાણો કોણ છે હોટબલાઓ?


હાલ સોનાનો ભાવ સૌથી ઉચ્ચ સપાટી પર છે ત્યારે લોકો સોનાના ઘરેણા ની ખરીદી ઓછી કરી રહ્યા છે પરંતુ આઈસ્ક્રીમ ખરીદવામાં પાછળ પણ રહી રહ્યા નથી.આઇસ ગોળા સિવાય આઇસ્ક્રીમ વધારે ફેમસ થઈ રહ્યા છે. આ હજાર રૂપિયા ની ડિઝાઇન નો આઈસ્ક્રીમ છે, જોકે હજાર રૂપિયા સાંભળીને મોટું લાગશે ,પરંતુ જ્યારે તમે આવીને જોશો ત્યારે જ ખબર પડશે કે આની કિંમત શા માટે આટલી છે. આ કોનની અંદર અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર છે જેમાં ગોલ્ડ ચોકલેટ નો પણ સમાવેશ થાય છે. અંદર બ્રાઉની અને સજાવવા માટે ટોપિંગ હોય છે એટલું જ નહીં અંદર ડ્રાયફ્રુટ ચોકો સીરપ સાથે ઉપર 24 કેરેટ ગોલ્ડ કવર કરવામાં આવે છે. 


મોત લાવી દેશે આ ગરમી! જાણો ગુજરાતના કયા મોટા શહેરોમાં આકાશમાંથી આગ ઝરશે