રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચ્યો છે. ત્યારે વડોદરાવાસીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના નાગરવાળા વિસ્તારમાં વધુ 24 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે આ તમામ 24 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે, તે મુજબ ગુજરાત હાલ દેશમાં બીજા ક્રમે પહોંચી ચૂક્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા જેવા શહેરો તો કોરોનાના હોટસ્પોટ બનીને ઉભર્યાં છે. વડોદરામાં પણ કોરોનાના કેસ (Coronavirus)માં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ હોટસ્પોટ વિસ્તાર નાગરવાડમાં કેસોમાં સતત વધી રહ્યા છે. ત્યારે  નાગરવાળા વિસ્તારમાં વધુ 24 દર્દીઓએ કોરોનાને માત આપી છે.


આ તમામ 24 દર્દીઓના બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી રહી છે. આજવા રોડ ખાતેની ઈબ્રાહિમ બાવાની આઈટીઆઈ ખાતેની હોસ્પિટલમાંથી આ તમામને રજા આપવામાં આવી રહી છે. હોસ્પિટલથી નાગરવાળા જતા સુધીમાં રસ્તાઓ પર ગુલાબના ફૂલ નાખી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે. એત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નાગરવાળા વિસ્તારના 45 દર્દીઓને એક સાથે રજા અપાઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube