કોરોના અપડેટ : ગાંધીનગરમાં 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ બનાવાયો, નાગરિકો કરી શકશે ફોન
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ (Corona virus) ની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ રાજ્યના દરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. આ અંગે અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.
હિતલ પારેખ/ગાંધીનગર :વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ (Corona virus) ની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ રાજ્યના દરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. આ અંગે અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.
લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, CM રૂપાણીએ પણ કર્યા વખાણ
મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે સચિવ અશ્વિનીકુમાર, સહકાર સચિવ મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહંમદ શાહિદે રાજ્યના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓ, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સાથે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.