અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ દરમિયાન હોસ્પિટલોની સ્થિતિ પર અનેકવાર સવાલો ઉઠ્યા હતા. તો અનેક હોસ્પિટલોમાં ડોક્ટરો અને અન્ય સ્ટાફની કમી જોવા મળી હતી. હવે સામે આવ્યું કે, રાજ્યની છ સિવિલ હોસ્પિટલમાં 25 ટકા તબીબી અધ્યાપકોની ઘટ છે. આગામી બે વર્ષમાં અંદાજે 15 ટકા જેટલા તબીબી અધ્યાપકો નિવૃત થવાની શક્યતા છે.  રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં સરકારી તબીબોનું મહેકમ અંદાજે 1750 જેટલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 1750 ના મહેકમ સામે 500 જેટલી તબીબોની જગ્યા ખાલી 
એક અંદાજ મુજબ સરકારી હોસ્પિટલમાં 70 પ્રોફેસર, 100 એસોસીએટ પ્રોફેસર, 225 આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ ખાલી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસીએશનના પ્રમુખ ડોક્ટર રજનીશ પટેલે કહ્યું કે સરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખાલી જગ્યાઓ ભરવાનો પ્રયાસ કર્યો હતો પણ 50 ટકા જગ્યાઓ પણ ભરાઈ નહોતી.


સરકારે નિયમિત ભરતીની પ્રક્રીયા બંધ કરી, મનસ્વી વિચાર અંતર્ગત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી શરૂ કરી છે. અમુક ક્ષેત્રમાં કર્મચારીઓ સાથે લાંબાગાળાના સંબંધ જરૂર છે, મેડિકલ વિભાગ એમાનો એક છે, જે સરકારે સમજવું પડશે. કોન્ટ્રાક્ટ પર જે તબીબો કામ કરે છે એને PG ટીચર તરીકે યુનિવર્સિટી માન્યતા આપતી નથી.


આ પણ વાંચોઃ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવતી પોરબંદર-છાંયા નગરપાલિકામાં જ ફાયર એનઓસી નથી


હાલ એડહોક પદ્ધતિ શરૂ થાય તો અધ્યાપકની ઘટ ના પડે, જોઈએ એટલા તબીબો મળી રહે. વચ્ચે બેસેલા લોકોએ સરકારને ખોટું ભણાવ્યું છે, જેના કારણે સમસ્યા થઈ રહી છે. અમદાવાદ સિવિલમાં 33 અને રાજ્યની અન્ય સરકારી કોલેજોમાં અંદાજે 150 તબીબોની ભરાયેલી જગ્યાઓ ખાલી છે.સરકારે રાજ્યમાં GMERS કોલેજ શરૂ કરી ત્યારે એમાં તબીબો મળ્યા નહીં એટલે સિવિલ હોસ્પિટલમાંથી લિયન પર તબીબોને લઈ જવામાં આવ્યા છે.


લિયન પર જે તબીબો સિવિલ હોસ્પિટલમાંથી GMERS માં ગયા એમની જગ્યા સિવિલમાં આજે પણ ખાલી છે, સરકારના ઠરાવ મુજબ એ જગ્યા ભરી પણ શકાતી નથી. લિયન પર GMERS માં ગયેલા તબીબો જ્યારે સિવિલમાં પરત ફરવા માગે ત્યારે તેઓ આવી શકે એ હેતુથી આ જગ્યાઓ ભરી શકાતી નથી. લિયનના ઠરાવ મુજબ સિવિલમાં જગ્યાઓ ખાલી થઈ અને કામનું ભારણ જે તે સિવિલમાં કાર્યરત તબીબો પર પડ્યું છે. 


સિવિલના અલગ અલગ વિભાગે સરકારને પત્ર લખ્યો છે કે લિયન પર ગયેલા એમના વિભાગના તબીબોને પરત આપવામાં આવે અથવા જગ્યાઓ ભરવામાં આવે. સરકાર જો નીતિમાં ફેર નહીં કરે તો ભવિષ્યમાં સમસ્યા વધુ ઉભી થશે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર સરકારને ભરોસો છે, 11 મહિના પછી કોન્ટ્રાકટ રીન્યુ નથી થતા. અગાઉ જે યોગ્ય નીતિઓ હતી એટલે આજે સિનિયર તબીબોનો લાભ સરકાર અને દર્દીઓને મળી રહ્યો છે. 


આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો હાજર, થયો વિવાદ


આગલા સારા કર્મોને કારણે સારા તબીબો હાલ ઉપલબ્ધ છે, હાલની નીતિઓ અને સ્થિતિ રહી તો આજના કર્મ મુજબ સારા તબીબો ભવિષ્યમાં નહીં બચે. સરકાર ભરતી માટે મોટા ખર્ચ કરે છે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં કોઈ નહીં જોડાય, એ વાત કેમ આ જ્ઞાનીઓ સમજતા નથી. સરકારે કોન્ટ્રાકટ પદ્ધતી બંધ કરી એડહોક પદ્ધતિ, નિયમિત ભરતી શરૂ કરવી જોઈએ 


કોલેજના પરિણામ આવે તો કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય તો જગ્યાઓ સરળતાથી ભરી શકાય. આવી રીતે રાજ્યમાં મેડિકલ કોલેજ નહીં ઉભી થઇ શકે. પીએમ મોદીનું સ્વપ્ન દરેક જિલ્લામાં હોસ્પિટલ ઉભી કરવાનું છે એ આપણો જ વિભાગ જ રોળી નાખશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube