ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો હતો યુવક; તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ, જાણો સુરત રત્ન કલાકારની કહાની!
સુરતમાં હીરા મંદીના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. 70% જેટલા હીરાના કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ જે કારખાનાઓ ચાલી રહ્યા છે. રત્ન કલાકારોને દિવસમાં 2-3 કલાક જ કામ મળતું હોવાથી આર્થિક તંગી સર્જાઈ છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત છે.ઉધનામાં 25 વર્ષીય રત્નકલાકારે તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો છે.હીરાના મંદીના લીધે રત્ના કલાકારનું કામ છુટી ગયું હતું.દિવાળી બાદ રત્નકલાકાર બેરોજગાર બની જતા કામની શોધમાં હતો.કામ નહીં મળતા ઘરમાં આર્થિક તંગી સર્જાઈ હતી.યુવક ઘરેથી કામની શોધમાં જઈ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો.
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
સુરતમાં હીરા મંદીના લીધે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. 70% જેટલા હીરાના કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ જે કારખાનાઓ ચાલી રહ્યા છે. રત્ન કલાકારોને દિવસમાં 2-3 કલાક જ કામ મળતું હોવાથી આર્થિક તંગી સર્જાઈ છે. દિવાળી પહેલા જ અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતા. ત્યારે દિવાળીનું વેકેશન પડતાં દિવાળી બાદ પણ અનેક કારખાનાઓ આજે બંધ હાલતમાં છે. રત્ન કલાકારો બેરોજગાર બની જતા આપધાત તરફ વળી રહ્યા છે. શહેરમાં જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર સુધી 48 રત્ન કલાકારોના આર્થિક તંગીના લીધે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો શહેરના ઉધના વિસ્તારમાં બન્યો છે. વિજયા નગરમાં રહેતા 25 વર્ષીય અનિકેત દીપક ઠાકુરે તાપી નદીમાં કૂદકો મારી આપધાત કર્યો છે.
ગુજરાતનું આ ગામ છે એશિયાનું સૌથી ધનવાન, જાણો 'સૌથી સમૃદ્ધ' ગામ કેવી રીતે બન્યું?
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે અનિકેતનો દિવાળી બાદ કામ છૂટી ગયું હતું. દિવાળી બાદ છેલ્લા કેટલાક સમયથી તે નોકરીની તલાશમાં રહેતો હતો. ગત રવિવારના રોજ બાઈક લઈને ઘરેથી નોકરીની શોધમાં જઇ રહ્યો હોવાનું કહીને નીકળ્યો હતો. યુવક સાંજ સુધી ઘરે પરત નહી ફરતા પરિવારના લોકો અનિકેત ની શોધમાં લાગી ગયા હતા. ત્યારબાદ પરિવારે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને અનિકેતની ગુમ થયો હોવાની જાણ કરી હતી. ગત રોજ રાત્રે કેબલ બ્રિજ પરથી રત્ન કલાકાર અનિકેતની બાઈક મળી આવી હતી.ત્યાર બાદ તાપી નદી માંથી અનિકેતનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પરિવારને જાણ કરતા પરિવારના લોકો ત્યાં દોડી આવ્યા હતા.
3 વર્ષ પછી આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યુ; આરિફે લખ્યું 'ટાઈગર ઈઝ બેક'
રત્ન કલાકાર અનિકેત મૂળ મહારાષ્ટ્રનો વતની છે. છેલ્લા કેટલાક વર્ષથી માતા - પિતા બહેન સાથે સુરતનાં વિજયા નગરમાં રહેતો હતો. પાંચ વર્ષની રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.પરંતુ દિવાળી બાદ નોકરી છૂટી જતા ઘરમાં આર્થિક તંગી સર્જાતા રત્નકલાકાર હતાશ માં રહેતો હતો. રત્ન કલાકારના પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓની સારવાર પણ ચાલી રહી હતી. અને બીજી બાજુ રત્નકલાકાર બેરોજગાર હોવાથી આર્થિક તંગીના લીધે સતત નોકરીની શોધમાં રહેતો હતો. પરંતુ યુવક રત્ન કલાકારને નોકરી નહીં મળતા આખરે તેણે તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો છે.
આવી રહ્યો છે ખતરો! રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, ભારે વરસાદની ચેતવણી, જાણો શુ છે આગાહી
સુરત શહેરમાં વધી રહેલા રત્ન કલાકારોના આપઘાત અને બેરોજગાર બનેલા રત્ન કલાકારો માટે આર્થિક સહાયતા ની પણ માંગો ઉઠી છે. વિવિધ રચના કલાકાર સંઘ અને રાજકીય વિરોધ પક્ષ પાર્ટી દ્વારા સરકારને પત્ર લખી રત્ન કલાકારો માટે આર્થીક પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે.