અમદાવાદ પોલીસે કાર ચોરી કરતી ગેંગને ઝડપી, અત્યાર સુધી 250થી વધુ કારની કરી છે ચોરી
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ૪ વર્ષ દરમિયાન વાહનો ચોરીના બનાવો વધી ગયા હતા તેની પાછળ એક ચોરી ટોળકી દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
ઉદય રંજન/અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં 250થી વધુ કારની ચોરી કરી તરખાટ મચાવનાર ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ચારેય આરોપીઓએ ૪ વર્ષ દરમિયાન જે કારને સેન્ટર લોક ના કરવામાં આવેલુ હોય તેવી કારને ટાર્ગેટ કરતા હતા અને ત્યારબાદ કારની ચોરી કરી લેતા હતા. જાહેર તહેવાર કે રજાના દિવસે તેઓ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે ઝડપાયેલા ચાર આરોપીમાંથી એક આરોપી આર્યુવેદિક ડોકટર છે અને પોતાનુ દવાખાનુ ચલાવે છે તેવુ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યુ હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચે 28 કાર કબ્જે કરી છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ૪ વર્ષ દરમિયાન વાહનો ચોરીના બનાવો વધી ગયા હતા તેની પાછળ એક ચોરી ટોળકી દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ તમામ આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ૨૫૧ કાર ચોરી કરી છે જે પૈકીની ૨૮ જેટલી કાર પોલીસે કબજે કરી છે. આ ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેની પૂછપરછ દરમિયાન એ પણ હકીકત સામે આવી છે કે અરવિંદ મુખ્ય સૂત્રધાર છે અને તેનો ભાઈ હરેશ પણ આ પ્રવૃતિમાં સંડોવાયેલો છે. જે પોતે ડોક્ટર છે અને દવાખાનું ચલાવે છે.
[[{"fid":"178195","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
હાલમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી ચાલુ કરી છે. રિમાન્ડ દરમિયાન અન્ય વાહનો પણ કબજે કરવા કવાયત કરવામાં આવશે. તો વોન્ટેડ આરોપી હરેશની ધરપકડ કરવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.