LRD મામલે મહિલાઓ પહોંચી હાઈકોર્ટ, 254 યુવતીઓએ કરી પિટીશન
એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
ગાંધીનગર :એલઆરડી પરીક્ષામાં પાસ થયેલી 254 યુવતીઓ હાઈકોર્ટ પહોંચી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે. LRD મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઈ યુવતીઓ દ્વારા આ પિટીશન કરાઈ છે. પાસ થયેલી 1578 પૈકી 254 યુવતીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂંક પત્ર આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
મધુ શ્રીવાસ્તવને ફોન પર ધમકી આપનાર પોરબંદરનો રાજુ ઓડેદરા પકડાયો
આ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે, નવા મુદ્દાઓ સામે આવી રહ્યાં છે. LRD ભરતીમાં 1- 18-18 પરિપત્રમાં સુધારા કરવાની જાહેરાત બાદ પણ મહિલાઓના ધરણાં યથાવત છે. ગાંધીનગરમાં ઉપવાસ પર બેસેલી મહિલાઓએ સરકાર પાસે લેખિતમાં ખાતરી માગી છે. આંદોલનકારી મહિલાઓએ સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરે તેવી માંગ કરી છે.
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય
LRD મહિલા અનામત મુદ્દે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભરતી વિવાદ મામલો હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પડશે. જેમાં મેરીટવાળી મહિલાઓને SC, ST, OBC મહિલાઓને જનરલ કેટેગરીના લાભ અપાશે. આવતી કાલ સુધી રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે. જે નવો પરિપત્ર હશે તે 18 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેરીટમાં હશે તો SC, ST, OBCને જનરલના લાભ અપાશે. સીધી લીટીમાં અનામત લાભ આપવા અંગે સરકારે નિર્ણય લીધો છે.
સત્યાગ્રહ છાવણી ખાતે LRDમાં અનામતને લઈને મહિલાઓ આંદોલન કરી રહી છે. ત્યારે લોકરક્ષક દળમાં બિન અનામત વર્ગની પાસ થયેલી 254 યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજી કરીને રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે 1578 પૈકીની માત્ર 254 યુવતીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરીને સરકાર પાસે તાત્કાલિક નિમણૂંક પત્ર અપાવવા માટે અરજી કરી છે. આ ભરતી પ્રક્રિયા જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વિવાદમાં આવી છે. હવે તો બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ સામસામે આવી ગયા છે.
હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યમાં LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને 1-8-18નાં પરિપત્રના કારણે અન્યાય થવા મુદ્દે 64 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મુદ્દે સરકારે નમતુ ઝોખ્યું છે. પરિપત્રમાં સુધારો કરવા માટેની હૈયાધારણા આંદોલનકર્તાઓને આપી છે. જો કે આ મુદ્દે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે. તેમણે દેશનાં જુદા જુદા રાજ્યોમાં તેનો કઇ રીતે અમલ થાય છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક