ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતીઓ વિશ્વના ખૂણેખૂણે ફેલાયેલા છે. કોરોના મહામારીમાં અનેક ગુજરાતીઓ મદદે આવ્યા છે, તો અનેક ગુજરાતીઓ ક્યાંકને ક્યાંક ફસાયા છે. ત્યારે કેરળમાં રહેતા ગુજરાતી પરિવારના તમામે તમામ સદસ્યો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે પરિવારમાં આ કારણે ચિંતાનો મોહાલ છવાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ ગુજરાતમાં અનેક ગુજરાતી પરિવારો વસેલા છે. ત્યારે કેરળમાં રહેતો ગુજરાતી પરિવાર કોરોના ઝપેટમાં આવ્યો છે. એક જ પરિવારના 26 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેમાં 4 માસના બાળકથી લઈને 72 વર્ષ સુધીના તમામ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. મૂળ પોરબંદરના સ્વ.ગિરધરલાલ રામજી રૈયારેલાનો પરિવાર હાલ કેરળના કોલ્લમમાં રહે છે. આ પરિવારના તમામે તમામ સદસ્યો હાલ કોરોના સંક્રમિત થયા છે. એક સાથે એક જ ઘરમાં રહેતા ગુજરાતી પરિવારમાં કોરોના સંક્રમણ ફેલાતા ચિંતાનો માહોલ ફેલાયો છે. 



પરિવારના મોભી રજનીકાંત રૈયારેલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, સૌને જયશ્રી કૃષ્ણ. હું રજનીકાંત રૈયારેલા છું. અમારો પરિવાર મૂળ પોરબંદરનો છે. અમે 6 ભાઈ અને બહેનોનું સંયુક્ત કુટુંબ છે. કમ્યુનિટી સ્પ્રેડમાં અમે તમામ કોરોના પોઝિટવ આવ્યા છીએ. પરિવારના 30 માંથી 26 જણા પોઝિટિવ છે. ભગવાની દયાથી દવા લઈને બધા સાજા થવાનો પ્રયાસ કરીએ છીએ. 65 વર્ષથી અમારો પરિવાર કેરળના કોલ્લમમાં રહે છે.