જયંતિ સોલંકી/વડોદરા: પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત 26 લોકો ફસાયા હોવાની માહિતી મળી છે. છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના યુવાન એન્જિનિયરને મુકત કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. 26 વ્યક્તિઓ સાથેના શિપને ઇકવિટેરિયલ ગિની ખાતે રોકી દેવાયું હતું. ભારતીય શિપને આંતરરાષ્ટ્રીય જળ સીમામાં આંતરીને ઇક્વેટોરિયલ ગિનીમાં લઇ જવાયું હતું. ત્યારે વડોદરાના યુવાનના પત્ની દ્વારા સરકારને ફાસ્ટ એકશન લેવા માટે પત્ર લખીને વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, તા.14 ઓગસ્ટથી પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત 26 ક્રુ મેમ્બર બંધક બનાવાયા હતા. છેલ્લા 90 દિવસથી વડોદરા શહેરનો એન્જિનિયર યુવાન પરત ન આવતા પરિવાર ચિંતિત બન્યો હતો. ઘટના સ્થળે વડોદરાના યુવકે તમામ ડોક્યૂમેન્ટ બતાવ્યા, 20 લાખ ડોલર આપ્યા છતાં તેમને છોડવામાં આવતા નથી. જેથી એન્જિનિયરના પત્નીએ શહેરના સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરી હતી. જેથી સાંસદ રંજનબેન ભટ્ટે વિદેશ મંત્રાલયમાં એક પત્ર લખ્યો હતો. રંજનબેન ભટ્ટે નાઈજીરિયામાં 26 લોકોનો કબ્જો લે તે પેહલા કાર્યવાહી કરવા અરજ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube