મૌલિક ધામેચા/અમદાવાદ: 260 કરોડના કૌભાંડ મામલે વિનય શાહની કોર કમિટીમાં રહેલા 25 સભ્યોની મોડી સાંજે સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, વિનય શાહ સાથે મળી કૌભાંડ આચરવામાં આ સભ્યોએ મદદ કરી હોઈ શકે છે. કેસની તપાસ કરતા સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 815 કરતા વધુ વ્યક્તિઓના નિવેદન પણ લીધા છે. અને સાત કરોડ 47 લાખ રૂપિયાનું નુકસાન રોકાણકારોને થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનય શાહ અને ભાર્ગવી શાહ દ્વારા આચરવામાં આવેલ કરોડોના કૌભાંડમાં દિવસેને દિવસે અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધીની તપાસ દરમિયાન 815 કરતાં વધુ વ્યક્તિઓના આ કેસમાં નિવેદન નોંધ્યા છે. જેમાં ભોગ બનનાર અને કંપની સાથે સંડોવાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. સીઆઇડી ક્રાઇમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે, ભોગ બનનારાઓમાં હાલ સુધી 7 કરોડ 47 લાખ કરતા વધુ નુકશાન કંપનીએ કર્યું હતું.


જોકે ભાર્ગવી શાહની પૂછપરછ દરમિયાન એવા પણ ખુલાસાઓ થવા પામ્યા હતા કે, વિનય દ્વારા આર્ચર કેર કંપની બંધ કરી દેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના કમિશન એજન્ટો દ્વારા તેમને રોકાણ માટેના પૈસા પૂરા પાડી કંપની ચાલુ રાખવા માટેના મરણિયા પ્રયાસો કરવામાં આવતા હતા. હાલમાં જે રીતે પોલીસ સકંજામાં આવેલા આ 25 કોર કમિટીના સભ્યો વિનય શાહની આર્ચર કેર કંપનીમાં પોતાનું શરૂઆતથી રજીસ્ટ્રેશન કરાવી પિરામિડ વાળી ગેરકાયદેસર લોકોને જોડતા હતા.


વધુમાં વાંચો...ગુજરાતમાં ખેડૂતોનું દેવું ભાજપ સરકાર માફ નહીં કરે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ


તે માટે તગડું કમિશન પણ કમિટીના સભ્યોને દ્વારા આપવામાં આવતું હતું. વિનય દ્વારા જીએમડીસીના જે રીતે ડીજી લોકલ્સ કંપનીનું ફંકશન રાખવામાં આવ્યું હતું તે મિટિંગનું આયોજન કરવા માટે પણ સભ્યો દ્વારા કંપનીને ભંડોળ એકઠું કરી આપવાનું કામ આ કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી રોકાણકારોને કંપની પ્રત્યે વિશ્વાસમાં લાવી શકાય અને વધુ રોકાણ મેળવી શકાય. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં વિનય શાહ વિરુદ્ધ થયેલી ફરિયાદ થઈ તે પેહલા જ કોર કમિટીના મેમ્બર દ્વારા ઓફિસની અંદર એક મીટીંગ આયોજન પણ કરવામાં આવ્યું હતું.