ચેતન પટેલ/સુરત :સુરતના ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી પાડી છે. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી આ પહેલી ઘટના છે. 13 સ્પામાં રેડ પાડવામાં આવી, જેમાંથી 7 સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી


સુરત પોલીસે મંગળવારે રાત્રે સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા સ્પામાં રેડ પાડી હતી. સુરતના ડુમસ રોડ, અડાજણ, રાંદેર, સિટીલાઈટ તેમજ પીપલોદ જેવા વિસ્તારોમાં આવેલા સ્પામાં રેડ પાડવામાં આવી હતી. કેટલાક સ્પા બંધ હતા. જ્યારે કે, 7 સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ સ્પામાંથી 27 જેટલી થાઈલેન્ડની યુવતીઓ પકડાઈ હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ યુવતીઓ વર્ક પરમિટ વગર ભારતમાં કામ કરી રહી છે. પીસીબીની ટીમે યુવતીઓની સાથે સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે. તેમજ કેટલાક માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે. વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે, વિદેશી યુવતીઓ વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવડાવવામાં આવશે.


INS વિરાટની અંતિમ સફર ભાવનગરના અલંગ તરફ થશે, ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ને ગુજરાતમાં ભાંગીને ટુકડા કરાશે


કયા કયા સ્પાના મેનેજર પકડાયા
રિલેક્સ સ્પા, ફોરસીઝન થાઈ સ્પા, બ્લ્યૂ આઈ થાઈ સ્પા, લા થાઈ સ્પા, ગ્રીન થાઈ સ્પા અને સી-શોર થાઈ સ્પા. પોલીસે આ સ્પામાં કામ કરતા મેનેજરોમાં મયુર સોલંકી, નરેશ પટેલ, અમિષા પટેલ, આકાશ પટેલ, દર્શન હીરપરા, અભય અર્જુન સુરડકર, સુભાષ જાંગલુ, સુનીલ સિંગ સુરજસિંગ, વિક્કી મહાદેવ હિંગળે, નિલેશ કલસકર, કરણ યાદવ અને મમતા વર્માની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સમગ્ર ગુજરાતના સમાચાર જુઓ એક ક્લિક પર...