ભાવનગર/ગુજરાત : ભાવનગરના આંગણે ગઈકાલે અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં પિતા વગરની 281 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. દરેક જ્ઞાતિની કન્યાઓને આ સમૂહ લગ્નમાં આવરી લેવાઈ હતી. તો બીજી તરફ, સમૂહ લગ્નનું ડ્રોન કેમેરાથી શુટિંગ કરાતા અદભૂત નજારો સર્જાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ મારુ ઈમ્પેક્સના દિનેશભાઈ લાખાણી અને સુરેશભાઈ લાખાણી ભોજપરાવાળા પરિવાર દ્વારા રવિવારે ભાવનગરના જવાહર મેદાનમાં આ આયોજન કરાયું હતું. ‘લાડકડી’ શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 281 જેટલી યુવતીઓના લગ્ન કરાવાયા હતા, જેઓ તેમના મા-બાપની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નની ખાસિયત એ હતી કે, તેમાં જ્ઞાતિનું કોઈ બંધન ન હતું. દરેક વર્ગ, દરેક સમાજના પરિવારોને સમૂહ લગ્નોત્સવમાં આવરી લેવાયા હતા. 


[[{"fid":"190414","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-11-19-10h32m49s654.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-11-19-10h32m49s654.png"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-11-19-10h32m49s654.png","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-11-19-10h32m49s654.png"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-11-19-10h32m49s654.png","title":"vlcsnap-2018-11-19-10h32m49s654.png","class":"media-element file-default","data-delta":"1"}}]]


કરિયાવર આપવામાં કોઈ કચાશ ન રખાઈ
ભાવનગરમાં યોજાયેલ આ લગ્ન સમારોહમાં યુવતીઓને કન્યાદારમાં કરિયાવર આપવામાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. પિતાની છત્રછાયાથી વંચિત હોય તેવી યુવતીઓને કંઈ ઓછું ન આવે તે રીતે સમારોહને ભવ્ય રૂપ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ, કરિયાવરમાં 9 જેટલી મોટી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ યુવતીઓની ચોઈસ મુજબની ગૃહઉપયોગી વસ્તુઓ તેમને આપવામાં આવી હતી. જેમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કૂલર, 12 જોડી કપડા, સ્ટીલનો પલંગ, બ્લેન્ડર, સ્ટીલનો કબાટ, 6 નંગ ખુરશી, પંખા અને ટીપોઈ અપાઈ હતી. આ ઉપરાંત સરકારી યોજનાઓ જેમ કે, સપ્તપદીના સાત ફેરા સમૂહ યોજના અને કુંવરબાઈના મામેરાનો લાભ મળે તેવી પણ વ્યવસ્થા કરાઈ હતી. 


મહેદીં-દાંડિયા કાર્યક્રમ યોજાયો
આ પ્રસંગે જવાહર મેદાનને ભવ્ય રીતે શણગારાયો હતો. સમારોહમાં કોઈ પ્રકારની કચાશ રાખવામાં આવી ન હતી. એટલું જ નહિ, યુવતીઓ માટે એક દિવસ પહેલા મહેંદીનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. આ લગ્ન સંપૂર્ણ રીતે અનુભવાય તે માટે દાંડિયારાસ પણ રમાડાયા હતા. 


10 મુસ્લિમ યુવતીઓ પણ સામેલ 
આ સર્વજ્ઞાતિય સમુહલગ્નોત્સવમાં મુસ્લિમ સમાજના 10 યુગલોનો પણ સમાવેશ થાય છે. મુસ્લિમ સમાજની આ 10 દીકરીઓની નિકાહવિધિ સંપૂર્ણપણે તેઓના પરંપરાગત રીતરિવાજ મુજબ જ કરવામાં આવ્યા હતા.