ગાંધીનગરઃ આગામી સમયમાં લોકસભા-2024ની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્ય સરકારમાં વિવિધ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વધુ એક બદલીનો આદેશ જાહેર કર્યો છે. સરકાર દ્વારા 29 મામલતદારોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 38 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ગેસ કેડરના 12 પ્રોબેશનલ અધિકારીઓને મહેસૂલ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING







લોકસભાની ચૂંટણી પહેલા બદલીઓ
દેશમાં હવે લોકસભાની ચૂંટણીમાં થોડો સમય બાકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવામાં આવી શકે છે. તો માર્ચ મહિનામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. પરંતુ તે પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા એક જગ્યાએ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે.