અમદાવાદ : ગુજરાતમાં આજે ધુળેટીનું પર્વ પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ કોરોના નહીવત્ત થતા સમગ્ર ગુજરાતમાં ધુળેટીની ઉજવણી કરાઇ હતી. છેલા લાંબા સમયથી લોકડાઉન અને કોરોનાના પરોક્ષ ભારને વેંઢારીને થાકેલા લોકો મનમુકીને ધુળેટીની ઉજવણી કરી હતી. જો કે બીજી તરફ પૃથ્વી પણ જાણે કે ધુળેટી ઉજવવાના મુડમાં હોય તે પ્રકારે ધણધણી ઉઠી હતી. જો કે ઉજવણીના મુડમાં રહેલા ગુજરાતીઓને આ અંગે કોઇ પણ પ્રકારની માહિતી નહોતી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેશભાઈ ભાજપ પાર્ટીના શુભેચ્છક છે અને અંગત રીતે મારા સારા મિત્ર છે: સીઆર પાટીલ


ગુજરાતના ધરતીકંપ જ્યાં સૌથી વધારે જોવા મળે છે તે કચ્છમાં આજે 3.4 ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ફરી એકવાર ફોલ્ટલાઇન સક્રિય થઇ હોય તે પ્રકારે અવાર નવાર ધરતીકંપના આંચકા અનુભવાતા હોય છે. દુધઇથી 8 કિલોમીટર દુર કેન્દ્રબિંદુ હોવાનું નોંધાયું છે. બપોરે 5 વાગ્યે ધરતીકંપ અનુભવાયો હતો. જો કે સામાન્ય તિવ્રતાનો ધરતીકંપ હોવાના કારણે સદ્ભાગ્યે કોઇ જાનમાલનું નુકસાન નહોતું થયું. 


ગોઝારો શુક્રવાર! નદીમાં ન્હાવા પડેલા 12 ડૂબ્યા, 10 ના મોત, પરિવારજનોમાં છવાયો માતમ


અત્રે નોંધનીય છે કે, જાપાનમાં પણ 7.5 ની તિવ્રતાનો ધરતીકંપ કાલે અનુભવાયો હતો. આ ઉપરાંત લદ્દાખમાં પણ કાલે 5.2ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર સાંજે 7.05 વાગ્યે લદ્દાખમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ભુકંપનો આંચકો લદ્દાખમાં અનુભવાતા મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. જો કે કોઇ જાનમાલનું નુકસાન નહી થયું હોવાનું સામે આવ્યું છે.જો કે ભૂકંપની આ પેટર્ન ધીરે ધીરે તિવ્ર થઇ રહી છે. જે એક પ્રકારે ચિંતાજનક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube