રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુરમાં નકલી નોટોનો કારોબાર પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચારમચી જવા પામી છે. રાધનપુરના સાતુંનમાં ત્રણ શખ્સોએ ભેગા મળી રૂપિયા એકથી બે હજાર સુધીની નકલી નોટ છાપતા હોવાની બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી રૂપિયા 1.27 લાખની નકલી બનાવટી નોટો ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુરના સાતુંન ગામે રહેણાંક મકાનમાં ભારતીય ચલણની અલગ અલગ દરની ચલણી નોટો કલર પ્રિન્ટર દ્વારા બનાવી તેનો ચલણમાં ઉપયોગ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે બાતમી પાટણ એલ.સી. બી પોલીસને મળતા તેઓએ રાધનપુર પોલીસને સાથે રાખી સંયુક્ત ટીમ બનાવી સાતુંન ગામે રહેતા સુથાર બળદેવ ભાઈના રહેણાંક મકાનમાં રેડ કરતા ચૌધરી ભગવાન ભીખા અને ચૌધરી ભાવા શિવા ભારતીય બનાવટની રૂપિયા એકથી લઇ બે હજારના દરની ચલણી નકલી નોટો કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. 


જો કે આ બાબતની જાણ પોલીસના ધ્યાને આવતા સમગ્ર કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું હતું. હાલમાં પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 1,27 લાખની નકલી નોટો જપ્ત કરી છે તો સાથે પ્રિન્ટર અને કાર્ટીઝ તેમજ તેઓના મોબાઈલ મળી કુલ 1,37 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઇસમોને રાધનપુર પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે.