રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા(Vadodara)ના જ્યુબિલીબાગ પાસે તલવાર અને ગુપ્તીના 8 ઘા મારીને થયેલી મયંક ટેલર(Mayank Taylor)ની ઘાતકી હત્યાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. આ પહેલાં પણ પોલીસે (Police)બે આરોપીની ધરપકડ કરી હતી. દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ચોપડે વોન્ટેડ બંધુઓએ 26 સપ્ટમ્બરને રાત્રે 9:30 કલાકે જ્યુબિલીબાગ પાસે શંકર પાનના ગલ્લા પર મિત્રો રાજુડી અને લાલુ સાથે ઉભેલા મયંક ટેલર પર ઘાતકી હુમલો કર્યો હતો. પંડ્યા બંધુઓએ તલવાર અને ગુપ્તીના ઉપરા છાપરી 8 ઘા ઝીંકી દેતાં મયંક લોહી લુહાણ હાલતમાં રોડ પર ફસડાઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મયંકને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું.


અમદાવાદ: કારમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને ઠગનાર બે લોકોની ધરપકડ


જાહેરમાં હત્યાના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો એકશનમાં આવી ગઇ હતી. હત્યાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ કેસમાં પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી. હાલમાં કેસના મુખ્ય સુત્રધાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે. 


Video : ટ્રાફિકનો દંડ ભરવાનું કહેતા મહિલાએ રસ્તા વચ્ચે કરી નૌટંકી, પોલીસ સાથે મારામારી કરી


ઉલ્લેખનીય છે કે હત્યા પાછળ મયંક અને આરોપી બંટીની પત્ની ધારા વચ્ચેના આડાસંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. હત્યાના 3 દિવસ પહેલા મયંકે ધારાના બેંક એકાઉન્ટમાં રૂપિયા 2 હજાર જમા કરાવ્યા હતાં. તેની જાણ બંટીને થઇ જતાં બંટી અને તેના ભાઈ ચિરાગે મયંકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.


જુઓ LIVE TV :