જૂનાગઢ: જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો હોવાની વાત સામે આવી છે. ભાવનગરનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને બે નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા છે. ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં બે શખ્સ આબાદ ફસાયા હતા. ભાવનગર વન વિભાગે વેટરનરી અને FSL દ્વારા સિંહના નખ અસલી હોવાની પુષ્ટિ કરી છે. જેને પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહના નખ સાથે પકડાયેલા શખ્શ તાલાલાનાં રાયડી ગામના દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા અને જીલુભાઈ ભીખાભાઈ કામલીયા વન વિભાગે રંગે હાથે ઝડપી લીધા છે. નખ દીપડાના હોવાનું આરોપીઓનું રટણ સામે વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.


વધુ વાંચો...પોલીસને કલંકિત કરતો કિસ્સો, ખુદ PSIનો દારૂના નશામાં વાયરલ થયો વિડીયો


ધારીના પાનિયા રેન્જમાંથી પાંચ વર્ષ પહેલા એક સિંહના મૃતદેહ માંથી નખ લીધા હોવાની કાબુલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે, જુનાગઢ, ધારી, અને દલખાણીયા રેન્જમાં હાલમાં વાયરલ લાગવાને કારણે આશરે 23 જેટલા સિંહોના મોત થયા હતા. સવાલ એ થાય છે, કે આ લોકો પાસે સિંહનો મૃતદેહ આવ્યો ક્યાંથી? અને પાંચ વર્ષ પહેલા સિંહના મૃતદેહમાંથી આ આરોપીઓ દ્વારા ધારીના જંગલોમાં જઇને સિંહના મૃતદેહમાંથી નખ કાઢ્યા ત્યાં સુધી વન વિભાગ શું કરી રહ્યું હતું.?