આ ગુજરાતીની વાડીમાં 3 નહિ પણ 9 પર્ણ વાળા બિલ્વનું વૃક્ષ, સોમનાથને થાય છે અભિષેક
ભગવાન ભોળાનાથને અતિપ્રિય જો કોઇ વસ્તુ હોય તો તે છે બીલીપત્ર શ્રાવણ મહીના (Shravan Mass) મા શંકર ભગવાનને બીલીપત્ર (Bilvi Letter) ચડાવવાનુ ખુબજ મહત્વ છે.
કેતન બગડા/અમરેલી: શ્રાવણ માસ (Shravan Mass) શરુ થતાજ ભગવાન ભોળાનાથને રિઝવવા શિવ ભક્તો અનેક દ્રવ્યોથી પુજા કરતા હોય છે. પરંતુ ભગવાન શિવને જો કોઇ વસ્તુ પ્રિય હોય તો તે છે બિલ્વપત્ર. શ્રાવણ માસ શિવ ભકતો ભગવાન શિવ ને 11,21,51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિશેક કરતા હોય છે. સામાન્ય રીતે બિલ્વપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે. પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં 3,5,6,7,8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્ર (Bilvi Letter) થાય છે.
ભગવાન ભોળાનાથને અતિપ્રિય જો કોઇ વસ્તુ હોય તો તે છે બીલીપત્ર શ્રાવણ મહીના (Shravan Mass) મા શંકર ભગવાનને બીલીપત્ર (Bilvi Letter) ચડાવવાનુ ખુબજ મહત્વ છે. સામાન્ય રીતે આપણે બીલીપત્ર ત્રણ પર્ણ વાળા જોયા છે. પણ ધારી તાલુકાના દીતલા ગામએ ઉકાભાઇ ભટ્ટીની વાડીમા ત્રણ,ચાર,પાંચ,છ,સાત અને આઠ પર્ણ વાળા બીલીપત્રનુ ઝાડ થયુ છે. આવુ ઝાડ ભાગ્યેજ જોવા મળે છે. ખુબજ ઓછા લોકોને ખબર હશે કે ત્રણથી વધુ પર્ણ વાળા બીલીપત્ર થાય છે.
ઉકાભાઇને પુછતા તેઓ પણ ગૌરવ અનુભવે છે. વળી ઉકાભાઇ શિવજીના પરમ ભકત પણ છે. ઉકાભાઇની વાડીમાથી આ બીલીપત્રો (Bilvi Letter) સોમનાથ મંદિર, કંકાઇ મંદિર, બાણેજનાં મંદિરે તેમજ બાજુમા આવેલ ભુતનાથ મહાદેવના મંદિરે અને આવા તો અનેક સુપ્રસિદ્ધ મંદિરે શ્રાવણ મહિનામા બીલીપત્રોના પર્ણ લોકો શિવજીને અર્પણ કરવા લઇ જાય છે.
કહેવાય છે કે, રાવણ શિવજીની જ્યારે પુંજા કરતો ત્યારે એકવીસ બીલીપત્રો(Bilvi Letter) વાળા પર્ણ શિવજીને અર્પણ કરતો હતો. જો કે અત્યારે આ એકવીસ પર્ણ વાળા બીલીપત્રોનુ ઝાડ દુર્લભ છે. આ ક્યાય જોવા નથી મળતુ. ઉકાભાઇની વાડીમાથી લોકો રોઝના હજારો બીલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા લઇ જાય છે. ઉકાભાઇ શ્રાવણ મહીનામા ફ્રીમા લોકોના ઘરે બીલીપત્રોના પર્ણ મોકલે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube