ભાવનગર :ભાવનગરના પાલિતાણા તાલુકા વીરપુર ગામે તળાવમાં નાહવા જતા ત્રણ સગા ભાઈઓના ડૂબી જતાં મોત નિપજ્યા છે. સગા ત્રણ ભાઈઓના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. નાનકડા એવા વીરપુર ગામમાં દિવાળી ટાંણે દુખદ ઘટના બનતા ગામમાં માતમ છવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીરપુર ગામના સુખાભાઈ મેઘજીભાઈ ચૌહાણના ત્રણ પુત્રો સ્થાનિક તળાવમાં ન્હાવા ગયા હતા. એક પછી એક એમ ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. બાળકો 5, 8 અને 10 વર્ષની ઉંમરના હોવાનું જાણવા મળ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :