અમદાવાદ : ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના આધારે દેશનાં સૌથી સ્વચ્છ અને સાફ શહેરોનાં નામની જાહેરાત કરી હતી. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતનાં 3 શહેરોનો સમાવેશ થાય છે. પહેલા ક્વાર્ટરમાં સુરતનો ત્રીજો નંબર, રાજકોટને પાંચમું અને અમદાવાદને 7મું સ્થાન મળ્યું છે. બીજા ક્વાર્ટરમાં રાજકોટ બીજા નંબર પર રહ્યું. વડોદરા ચોથા નંબર પર અને અમદાવાદ છઠ્ઠા નંબર પર રહ્યું હતું. જો કે સુરત બીજા ક્વાર્ટરમાં 20માં નંબરે ફેંકાય ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ : કંડલા પોર્ટની આગ 29 કલાક પછી પણ બેકાબુ, પોર્ટટ્રસ્ટ અને કંપની સામે ઉઠી રહ્યા છે સવાલ


10 લાખ થી ઓછી વસ્તી વાળા શહેરોમાં ગુજરાતમાંથી એક માત્ર ગાંધીનગર નો ટોપ 20 શહેરોમાં સમાવેશ થઇ શક્યો હતો. પહેલા ક્વાર્ટરમાં ગાંધીનગર 14 માં નંબરે તો બીજા ક્વાર્ટરમાં 12 માં નંબરે રહ્યું હતું. જો કે 10 લાખથી ઓછી વસ્તી હોય અને સ્વચ્છતા જાળવવા બાબતે ખુબ જ પછાત રહ્યા હતા. આ યાદીમાં ગુજરાતનું એક માત્ર શહેર ગાંધીનગર ટોપ-20માં સ્થાન પામી શક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ન માત્ર કેન્દ્ર સરકાર પરંતુ રાજ્ય સરકાર પણ સ્વચ્છતા અને સ્વચ્છતા સર્વેક્ષણ બાબતે ખુબ જ સતર્ક અને જાગૃત છે. મુખ્યમંત્રીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ ખાસ તકેદારી રાખે છે કે તેઓ સારુ પ્રદર્શન કરી શકે.


સુરતમાં લગ્નની લાલચ આપી ડુમ્મસની ઝાડીમાં વારંવાર કર્યું અનૈતિક કૃત્ય અને પછી...
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોમાં જાગૃતી લાવવા માટે સ્વચ્છતા અભિયાન હેઠળ વારંવાર પ્રયાસો પણ કરવામાં આવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજકોટમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમણે નાગરિકોને સ્વચ્છતા બાબતે સંદેશ આપ્યો હતો. રાજકોટનાં કોટેચા ચોક અને ધર્મેન્દ્ર રોડ ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ બાબતે ગુજરાત સરકાર ખુબ જ સતર્ક અને સજાગ અને એક્ટિવ રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube