કચ્છમાં પકડાયુ કરોડોનું રક્ત ચંદન, ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને દુબઈ લઈ જવાતુ હતું
rakt chandan price : ડીઆરઆઈની ટીમે તપાસ કરતા મોટો પર્દાફાશ થયો હતો. ચોખાની બોરીઓ વચ્ચે રક્ત ચંદનના ટિમ્બર લોગ્સ છુપાવાયા હતા. જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં ફરી એકવાર કરોડોની દાણચોરી પકડાઈ છે. અત્યાર સુધી કચ્છમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો, ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પર ચોખાની આડમાં ચંદનની દાણચોરી પકડાઈ છે. ચોખાની આડમાં લઈ જવાતા લાલ ચંદનની દાણચોરીનો પર્દાફાશ થયો છે. DRI એ બુધવારે મોડી રાત સુધી તપાસ કરી રક્ત ચંદનના 177 લોગ્સ કબ્જે કર્યા છે. કુલ 5.4 ટન લાલ ચંદનની દાણચોરી ઝડપાઈ છે, જેની આંતરરાષ્ટ્રી બજારમાં 3 કરોથી વધુની કિંમત છે. લુધિયાણાથી આવેલું કન્સાઈમેન્ટ દુબઈ જવાનું હતું, તે પહેલા જ પકડાયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે સાંજે ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ દ્વારા મુન્દ્રા પોર્ટ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં લુધિયાણાથી દુબઈ જઈ રહેલા એક્સપોર્ટના કન્ટેનટરને તપાસવામાં આવ્યુ હતું. આ કન્ટેનરમાં ચોખા હોવાનું ડિકલેરેશન અપાયુ હતું. પરંતુ બાતમી મળી હતી કે, ચોખાની જગ્યાએ કિંમતી વસ્તુ દુબઈ લઈ જવાઈ રહી છે. ત્યારે ડીઆરઆઈની ટીમે તપાસ કરતા મોટો પર્દાફાશ થયો હતો. ચોખાની બોરીઓ વચ્ચે રક્ત ચંદનના ટિમ્બર લોગ્સ છુપાવાયા હતા. જે જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતના અચ્છે દિન ગયા... સિંગતેલ-કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા
ડીઆઈરઆઈની ટીમે તમામ ચોખાની બોરીઓમાં મોડી રાત સુધી તપાસ ચાલાવી હતી. જેમાં કુલ 177 રક્ત ચંદનના લોગ્સ મળી આવ્યા હતા. જેનુ વજન 5.4 ટન હતું. આ રક્ત ચંદનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 3 કરોડ જેટલી થાય છે.
ડીઆરઆઈની ટીમે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ કન્ટેનર લુધિયાણાથી દુબઈ જવાનુ હતું. રેલવે માર્ગથી કન્ટેનર મુન્દ્રા પોર્ટ આવ્યુ હતું, જે આગળ દુબઈ લઈ જવાનુ હતું. આમ, રક્ત ચંદનની કરોડોની દાણચોરીનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો : કંગના રનૌતે ગુજરાતના કોમેડી સ્ટારને પહોંચાડ્યો જેલમાં
ગઈકાલે સુરતમાં પકડાયુ લાલ ચંદન
સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ખેડૂત ને આ ચંદનનું લાકડું 600 રૂપિયામાં પડતું હતું અને તેની બજાર કિંમત રૂ 1500 હતી. જેથી વધુ રૂપિયા મળવાની લાલચમાં આ ચંદનના લાકડા બહાર વેચવાની ફિરાકમાં હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. આ બનાવમાં પોલીસે રૂ. 25 લાખની કિંમતના 538 કિલો ચંદનના લાકડાનો જથ્થો કબજે કર્યો હતો.